સુરતના વરાછા વિસ્તારમાં 14 વર્ષની દીકરીને ભગાડીને લગ્ન કરાયા , મોટો વિવાદ ઉપડ્યો લોકોએ કર્યા આંદોલન…જુઓ અહી,સુરતના વરાછા પોલીસ મથકનો કોળી સમાજના યુવાનો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો. વરાછા વિસ્તારમાંથી કોળી સમાજની એક 14 વર્ષીય યુવતીને લગ્નની લાલચે અન્ય જ્ઞાતિનો એક યુવક અપહરણ કરીને લઈ ગયો હતો. જેથી સગીરાના પરિવારજનો સહિત સમાજના લોકો મોરચો લઈને વરાછા પોલીસ મથક પહોંચ્યા હતા.
વરાછા પોલીસ મથકનો ઘેરાવો કરીને તાત્કાલિક ધોરણે ન્યાય મળે તેવી માંગણી કરી હતી.સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કોળી પટેલ સમાજના એક પરિવારની 14 વર્ષની સગીરા ગુમ થઈ હતી. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એક યુવક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે.
જે બાબતે વરાછા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. જોકે, સગીરાના માતા-પિતાને પોલીસ તરફથી યોગ્ય સહકાર મળતો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને લઇને આજે મોટી સંખ્યામાં સમાજના લોકો વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા.
પરિવારજનો અને સમાજના આગેવાનોએ સમાજની દીકરીને પરત લાવવા બેનર્સ સાથે પોલીસ મથક બહાર સૂત્રોચ્ચાર કર્યાં હતા.દીકરીના પરિવાર દ્વારા આ અંગે સમાજમાં સમગ્ર હકીકત જણાવી હતી. સમાજ દ્વારા મિટીંગ કરીને તેમના સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ તમામ લોકો વરાછા પોલીસ મથકે આવી ઘેરાવો કર્યો હતો.
હાથમાં બેનર્સ લઈને ન્યાયની માંગણી અને આરોપીને સજા થાય તેવી માંગ કરી હતી. પોલીસ મથકનો ઘેરાવ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પહોંચી ગયા હતા. જ્યાં વરાછા પીઆઈ દ્વારા સગીરાને તાત્કાલિક શોધી લાવવા માટેની બાહેધરી આપી હતી.