ગુજરાત

રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમી શકાશે , જો કોઈ. PCR 11.55 એ આવે તો મને ફોન કરજો : હર્ષ સંઘવીએ કહ્યું

રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમી શકાશે , જો કોઈ. PCR 11.55 એ આવે તો મને ફોન કરજો : હર્ષ સંઘવીએ કહ્યું,સુરત શહેરમાં આજે સારોલી પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમજ આવનારા નવરાત્રી મહોત્સવને લઈને પણ કેટલીક મહત્વની વાત કરી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગરબાનું આયોજન રાત્રે 12 વાગ્યા સુધી કરવાની છૂટ છે, જો કોઈ PCR 11: 55 વાગ્યે આવે તો મને સીધો ફોન કરજો.રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રિના તહેવારને લઈને કેટલાક મહત્વના નિવેદનો આપવામાં આવ્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે રાત્રે 12 વાગ્યા સુધી ગરબાનું આયોજન બે રોકટોક રીતે ચાલશે.

રાજ્ય સરકાર દ્વારા તમામ ગુજરાતવાસીઓને છૂટ આપી છે. એટલું જ નહીં પરંતુ ગરબા રમીને ખેલૈયાઓ જ્યારે ઘરે પરત ફરે ત્યારે તમામ ખાણીપીણીની લારીઓ અને હોટલો શરૂ રહે તેવા સૂચનો રાજ્યની પોલીસને આપ્યા છે. સુરતીઓ તો ગરબા રમીને ખાધા વગર ઘરે જતા જ નથી.

જેથી ખાસ કરીને સુરતની અંદર પોલીસ દ્વારા તમામ બાબતોની કાળજે રાખવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. જો કોઈ પીસીઆર 11. 55 મિનિટે પણ નવરાત્રિ બંધ કરવા માટે આવે તો સીધો ફોન મને કરજો એ પ્રકારની વાત અંગે કરી છે. જે નવરાત્રિ આયોજન કરવાનું સ્થળ હોય તેની આસપાસ કોઇ બીમાર વ્યક્તિઓ હોય કે હોસ્પિટલો હોય તો દસ વાગ્યામાં નવરાત્રિ બંધ કરીને કાયદાનું પાલન કરવા પણ ટકોર કરી હતી.

હર્ષ સંઘવીએ કહ્યું કે જે રાજકીય નેતાઓ ગુજરાતમાં આવીને મંદિરોમાં ફરી રહ્યા છે તેઓ જાન્યુઆરી મહિના બાદ આજ મંદિરોનો વિરોધ કરતા દેખાશે. ગુજરાતમાં જ્યારે કેટલાક નેતાઓ મંદિરોમાં આવવાનું શરૂ કરે છે ત્યારે સમજી જવું કે હવે ચૂંટણી આવી રહી છે.

જે રાજ્યમાં તેમની સત્તા છે તેવા પંજાબમાં ડ્રગ્સ માફિયાઓ જેલમાં બેસીને ડ્રગ્સનું વેચાણ કરતા હોય તેમણે ગુજરાત પોલીસે ડ્રગ્સને ઝડપી પાડવાના અભિયાન અંગે કોઈ બોલવાનો હક નથી. પંજાબની સરકાર ડ્રગ્સ પકડી શકતી નથી. આ બધું માત્ર મંદિરોની અવરજવર ડિસેમ્બર મહિના સુધી રહેશે ત્યારબાદ કોઈ દેખાવાનું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *