ભારત

ગુસ્સે થયેલ વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને મારી ગોળી , નમસ્તે કહીને મારી ગોળી પછી ફેમિલી સાથે થયો ફરાર…જુઓ અહી

ગુસ્સે થયેલ વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને મારી ગોળી , નમસ્તે કહીને મારી ગોળી પછી ફેમિલી સાથે થયો ફરાર…જુઓ અહી,સીતાપુરમાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને ગોળી મારી દીધી છે. વિદ્યાર્થીએ ત્રણ ગોળી મારી છે, ચોથી ગોળી તમંચામાં લોડ કરી રહ્યો હતો ત્યારે ફાયરિંગનો અવાજ સાંભળી બીજા વિદ્યાર્થી અને શિક્ષક આવી પહોંચ્યા હતા. પ્રિન્સિપાલની હાલત ગંભીર છે. તેમને લખનઉ રિફર કરવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે મારપીટ કરવા બદલ વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ઠપકો આપ્યો હતો. એ વાતને લઈ વિદ્યાર્થી ગુસ્સામાં હતો.ઘટના સદરસપુર પોલીસ સ્ટેશનની હદના આદર્શ રામ સ્વરૂપ ઈન્ટર કોલેજની છે. શનિવારે સવારે 8.30 વાગ્યે પ્રિન્સિપાલ રામ સ્વરૂપ વર્મા તેમની ઓફિસમાં હતા.

ત્યારે વિદ્યાર્થી ગુરવિંદર સિંહ ઓફિસમાં ગયો. પોલીસે જણાવ્યું હતું કે “ગુરવિંદરે પહેલા પ્રિન્સિપાલને નમસ્તે કર્યું. ત્યાર બાદ તરત તમંચો કાઢ્યો. એ જોઈ પ્રિન્સિપાલે ભાગવાનો પ્રયત્ન કર્યો. ત્યારે વિદ્યાર્થીએ ફાયરિંગ કરી. પ્રિન્સિપાલને કમરમાં ત્રણ ગોળી વાગી હતી અને તેમની હાલત ગંભીર છે.”

પોલીસે વધુ જણાવ્યું, “ત્રણ ગોળી મારીને વિદ્યાર્થી ચોથી ગોળી લોડ કરી રહ્યો હતો. ફાયરિંગનો અવાજ સાંભળી શિક્ષક દોડીને પહોંચ્યા. એ જોઈ વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો. આરોપીની શોધખોળ કરવા ઘણી ટીમ કાર્યરત છે. ઘટનાની જાણ થતાં આરોપીનો પરિવાર પણ ઘર બંધ કરી નાસી ચૂક્યો છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીના પિતા ખેડૂત છે અને તેમનો તે એકમાત્ર પુત્ર છે.”

સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સ્કૂલમાં પ્રેક્ટિસ ફાઈલ ચેક કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગુરવિંદરનો ઇન્ટરના અન્ય વિદ્યાર્થી રોહિત સાથે વિવાદ થયો હતો. બંને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. ત્યાર બાદ ગુરવિંદરે ગુસ્સામાં સ્કૂલની ખુરશી પણ તોડી હતી. ઘટનાની જાણ પ્રિન્સિપાલને થતાં વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. ત્યાં તેમને ઠપકો આપ્યો હતો. કહ્યું હતું કે બીજી વખત આવું કરશે તો તેમને સ્કૂલમાંથી બહાર કરી દેવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સિપાલે ગુરવિંદરને લાફો પણ માર્યો હતો.ઘટના પછી સ્કૂલ સ્ટાફનું કહેવું છે કે શુક્રવારે જ્યારે પ્રિન્સિપાલે ઠપકો આપ્યો ત્યારે ગુરવિંદર ઓફિસથી બહાર આવ્યો હતો. તેણે ત્યાં ઊભેલા સ્ટાફને કહ્યું “પ્રિન્સિપાલે મને માર્યો છે. કાલે હું તેમને ગોળી મારી દઈશ”.

પ્રિન્સિપાલના પરિવારજનોએ એમ પણ કહ્યું હતું કે ધમકીઓ આપ્યા પછી પણ સ્કૂલ મેનેજમેન્ટે ધ્યાન આપ્યું નહોતું, જેના કારણે આ ઘટના બની છે.ઘટના પછી પોલીસે રોહિતને કસ્ટડીમાં લીધો છે. રોહિત જોડે ગુરવિંદરને શુક્રવારે વિવાદ થયો હતો. પોલીસે જણાવ્યું કે ગુરવિંદરની ઉંમર 19 વર્ષની છે. પહેલા પણ સ્કૂલમાં તે વિવાદ કરી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *