ગુજરાત વડોદરા

વડોદરામાં નરાધમોએ આદર્યું મોટું દુષ્કર્મ , માતા અને દિકરી બંને સાથે આદર્યું દુષ્કર્મ…જુઓ અહી

વડોદરામાં નરાધમોએ આદર્યું મોટું દુષ્કર્મ , માતા અને દિકરી બંને સાથે આદર્યું દુષ્કર્મ…જુઓ અહી,પરિણીતાએ બંને વિધર્મી ભાઈઓ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને નરાધમ ભાઈઓની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી લીધી છે.

સંસ્કારી નગરી વડોદરામાંથી એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં વિધર્મી ભાઈઓએ માતા પુત્રી પર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે માતા અને પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે ઇકબાલ અન્સારી અને મોહરમ અન્સારી નામના આરોપીઓની ધરપકડ કરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગોત્રીમાં ભાડાના મકાનમાં રહેતા ઇકબાલ ઉર્ફે મોનુ અન્સારી અને મહોરમ અન્સારીએ માતા પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. ઇકબાલ ઉર્ફે મોનુ અન્સારીએ સૌ પ્રથમ યુવતીના માતાને પ્રેમ જાળમાં ફસાવી તેના જ ઘરે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે.

એટલું જ નહીં, આરોપી ઇકબાલ ઉર્ફે મોનુ અન્સારીએ પરિણીતાના ઘરે જઈ સ્નાન કરતા સમયના વિડિયો બનાવી બ્લેકમેઈલ કરતો હતો. ત્યારબાદ પરિણીતા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં આરોપી ઇકબાલે પરિણીતાની 18 વર્ષની પુત્રીને તેની માતાનો નગ્ન વીડિયો બતાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીના ભાઈ મહોરમ અન્સારીએ પણ પરિણીતા અને તેની પુત્રી પર બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાની પુત્રી સાથે આરોપી મહોરમ અન્સારીએ લગ્ન કરવા અરજી પણ કરી હતી. પરંતુ પરિણીતાએ બંને વિધર્મી ભાઈઓ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને નરાધમ ભાઈઓની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી લીધી છે.

મહત્વનું છે, વડોદરામાં આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ત્યારે વિધર્મી ભાઈઓએ પરિણીતા અને પુત્રી પર દુષ્કર્મ આચરતાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આરોપી મહોરમ અન્સારીએ સગીરા સાથે દુષ્કર્મ આચરતાં ગર્ભ પણ રહી ગયો હતો, ત્યારબાદ આરોપીએ સગીરાને ગોળી ખવડાવી ગર્ભપાત પણ કરાવ્યા હોવાનો ખુલાસો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *