200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં દરરોજ એક પછી એક નવા-નવા ઘટસ્ફોટ થતા જાય છે. ત્યારે એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝની ડ્રેસ-ડિઝાઈનર લિપાક્ષીની પૂછપરછ કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર, લિપાક્ષીએ સુકેશ પાસેથી 3 કરોડ રૂપિયા લીધા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.
દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફિસ વિંગ (EOW) ટીમે 21 સપ્ટેમ્બરના રોજ લિપાક્ષીને 7 કલાક સુધી સવાલ-જવાબ કર્યા હતા.ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, લિપાક્ષીએ જણાવ્યું હતું કે ઠગી સુકેશ ચંદ્રશેખરે તેને જેકલિનને કપડાં અને ગિફ્ટ્સ આપવા માટે 3 કરોડ રૂપિયા આપ્યા હતા.
આ સાથે જ ડિઝાઇનર જેકલિને જણાવ્યું હતું કે સુકેશની ધરપકડ બાદ તેની સાથેના સંબંધો પૂરા કરી દીધા હતા.EOWના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે ‘સુકેશે ગત વર્ષે જેકલિનની મનપસંદ બ્રાન્ડ્સ અને તે કેવાં કપડાં પસંદ કરે છે એ વિશે જાણવા માટે લિપાક્ષીનો સંપર્ક કર્યો હતો.
સુકેશે ડિઝાઈનર પાસેથી સૂચનો લીધા અને જેકલિન માટે કપડાં ખરીદવા માટે 3 કરોડ રૂપિયા પણ આપ્યા હતા. લિપાક્ષીએ ચંદ્રશેખરે આપેલા પૈસા જેકલિનને ગીત આપવા પાછળ ખર્ચ્યા હતા.’જેકલિન ફર્નાન્ડિઝ મુશ્કેલી ત્યારે વધી જ્યારે EDએ તેનું નામ 215 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં નામ આપ્યું હતું.
કેન્દ્રીય એજન્સીનું માનવું છે કે જેકલિનને ઠગ સુકેશનીની સમગ્ર જાણકારી હતી. તો બીજી તરફ ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુકેશ સાથે જેકલિનના સંબંધોથી તેના પરિવાર અને મિત્રોને પણ ફાયદો થયો છે. જોકે જેક્લિને બાદમાં કહ્યું હતું કે તેના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે.
તિહાડ જેલમાં જ કેદ સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમની પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો. તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા.
સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેણે રકમની હેરફેર ચેન્નઈની એક કંપની દ્વારા કરાવી છે.