રાજ કુંદ્રા આવી શકે છે બિગ બોસ શોમાં , પરંતુ મેકર્સ પાસે માંગ્યા 30 કરોડ રૂપિયા હજુ પણ વાત છે શરૂ…,રિયાલિટી શો ‘બિગ બોસ 16’ ટૂંક સમયમાં શરૂ થશે. આ શો અંગે રોજે રોજ નવા નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. હવે ચર્ચા છે કે આ સિઝનમાં શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા પણ જોવા મળી શકે છે. આ શો માટે રાજે મેકર્સ પાસે 30 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી છે. જોકે, હજી સુધી રાજ કે મેકર્સે આ અંગે કોઈ કન્ફર્મેશન આપ્યું નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘બિગ બોસ’ના મેકર્સ ઈચ્છ છે કે શોમાં રાજ કુંદ્રા આવે. મેકર્સ તથા રાજ વચ્ચે આ અંગે વાતચીત થઈ રહી છે. આટલું જ નહીં, રાજ આ શોમાં ખાસ્સો સમય રહેવા માગે છે. આથી જ તેણે મસમોટી ફી માગી છે. મેકર્સ પાસે રાજે 30 કરોડની ડિમાન્ડ કરી છે. આટલું જ નહીં તેણે આ પૈસા સ્વૈચ્છિક સંસ્થામાં ડોનેટ કરવાની વાત કરી છે.
વર્ષ 2021માં રાજ કુંદ્રાની પોર્ન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે બે મહિના જેલમાં રહ્યો હતો. આ જ કારણે રાજ પોતાની ઇમેજ સુધારવા માગે છે.હાલમાં જ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી રાજે ગયા વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી છૂટ્યો હતો. 21 સપ્ટેમ્બરના રોજ રાજને જેલમાંથી બહાર આવે એક વર્ષ પૂરું થયું હતું.
રાજે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. રાજે કહ્યું હતું, ‘આર્થર રોડ જેલમાંથી બહાર નીકળે આજે એક વર્ષ થઈ ગયું. સમય આવે ન્યાય જરૂર મળશે. સત્ય ટૂંક સમયમાં જ બધાની સામે આવશે. શુભચિંતકોનો આભાર. મને ટ્રોલ કરનારાઓનો પણ આભાર, તમે મને સ્ટ્રોંગ બનાવ્યો છે.’ રાજે પોતાની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તે કેપ, માસ્ક તથા ચશ્મામાં જોવા મળે છે.
મિસ ઇન્ડિયા રનર અપ રહેલી માન્યા સિંહ, જસ્ટ સુલ, ટીવી એક્ટ્રેસ ટીના દત્તા, શિવીન નારંગ, શાલીન ભનૌત કન્ફર્મ સ્પર્ધકો છે. આ ઉપરાંત કનિકા માન, મદિરાક્ષી મુંડલે, મુનવ્વર ફારુકી, જન્નત ઝુબૈર તથા કરન પટેલ શોમાં આવે તેવી ચર્ચા છે.