આ પ્લાન્ટને ઘરમાં રાખવાથી તમારા પર પૈસાનો વરસાદ થશે , સાચી દિશામાં મૂકવાથી બની શકો છો કરોડપતિ…

0

આ પ્લાન્ટને ઘરમાં રાખવાથી તમારા પર પૈસાનો વરસાદ થશે , સાચી દિશામાં મૂકવાથી બની શકો છો કરોડપતિ…,જો ક્રાસુલાનો પ્લાન્ટ યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિ તેજીથી આર્થિક તરક્કી કરે છે. કારણ કે, આ પ્લાન્ટમાં ઘરને આર્થિક રીતે સદ્ધર બનાવવાની તાકાત છે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવા પ્લાન્ટ વિશે જણાવાયું છે, જેને વાસ્તુની દ્રષ્ટિથી બહુ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ પ્લાન્ટ તમારું નસીબ ચમકાવે છે. આવા પ્લાન્ટ ઘરમાં લગાવવાથી ઘરમાં બરકત અને શુભતા આવે છે. જો તમે આર્થિક તંગીમાં પીડાઈ રહ્યા છો તો જલ્દી ઘરમાં આ પ્લાન્ટ લઈ આવો. આ પ્લાન્ટને જેડ ટ્રી પણ કહેવામાં આવે છે.

તે બહુ જ નાનકડો હોય છે, જેથી ઘરમાં જગ્યા પણ રોકતો નથી. તેના પાંદડા અત્યંત નાના, ગોળ અને ફેલાવદાર હોય છે. જ્યોતિષાચાર્યનું કહેવું છે કે, ક્રાસુલાનો છોડ આર્થિક પ્રગતિ માટે બહુ જ સારો માનવામાં આવે છે. જો ક્રાસુલાનો પ્લાન્ટ ઘરમાં યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિ તથા પરિવાર તેજીથી પ્રગતિ કરે છે.

તે રૂપિયાને ચુંબકની જેમ તમારી પાસે ખેંચીને લાવે છે. આ કારણે મની પ્લાન્ટ, ગુડલક પ્લાન્ટ અને મોહિની પ્લાન્ટ જેવા નામથી તે ઓળખાય છે. આ પ્લાન્ટને ખરીદવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો તેને ભેટ તરીકે પણ આપી રહ્યાં છે. જો તમે પણ આ પ્લાન્ટને ઘરમાં લાવવા માંગો છો તો તેને રાખવાની યોગ્ય દિશા પણ જાણી લેવી પડશે.

પર રાખવાથી તે સકારાત્મક માહોલ પેદા કરે છે. જેથી તમે સારી રીતે અને પોઝિટિવ એનર્જિથી કામ કરી શકશો. આ ઉપરાંત તે તમારા ગ્રોથના રસ્તા પણ ખોલી દેશે. જો તમે બિઝનેસ કરો છો તો તે તમારા વ્યવસાને તેજીથી વધારી દેશે, જેનાથી ઘરમાં રૂપિયા આવવાની શરૂઆત થાય છે.

તમે ઈચ્છો તો આ પ્લાન્ટને નોકરી કે બિઝનેસના સ્થળે રાખી શકો છો. કાર્યસ્થળ પર તેને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવુ શુભ ગણાય છે. વર્કપ્લેસ પર તેને રાખવાથી સકારાત્મક એનર્જિ મળે છે. નોકરીમાં તમે સારુ પદ મેળવવા માંગતા હોવ તો તેને તમારી પાસે રાખો.

આ પ્લાન્ટની ખાસિયત એ છે કે, તેને બહુ સારસંભાળ રાખવાની જરૂર પડતી નથી. તેને રોજ પાણી આપવાની પણ જરૂર પડતી નથી. જો તમે 2-3 દિવસ બાદ પણ પાણી આપો તો પણ તે સૂકાતુ નથી. આ ઉપરાંત તેને યોગ્ય રીતે સારસંભાળ રાખવામા આવે તો તે ઘરની અંદર સારી રીતે ઉગે છે. તે તમારા ઘરની જગ્યા વધુ રોકતુ નથી. તેને નાનકડા ટેબલ પર પણ મૂકી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed