ગુજરાત સુરત

તમે વિચારી પણ નહીં હોય તેવી ઘટના બની , પુરુષે શરૂ લિફ્ટમાં મહિલા સામે પોતાનું પેન્ટ ઉતારી દીધું…જુઓ અહી

તમે વિચારી પણ નહીં હોય તેવી ઘટના બની , પુરુષે શરૂ લિફ્ટમાં મહિલા સામે પોતાનું પેન્ટ ઉતારી દીધું…જુઓ અહી,પોતાની બાળકીને લિફ્ટમાં એકલી મોકલવી હવે તમારા માટે નુકસાનકારક બની શકે છે, કારણ કે સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી છે. બિલ્ડિંગની લીફ્ટમાં 27 વર્ષીય યુવક દ્વારા કિશોરી સામે અશ્લીલ હરકતો કરી છેડતી કરી હતી.

ઘટનાને પગલે અડાજણ પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે છેડતી કરાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના એસીપી ઝેડ આર દેસાઈના જણાવ્યા અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય એક કિશોરી સાથે વિકૃત માનસિકતા ધરાવતા યુવકે બિલ્ડિંગની લીફ્ટમાં છેડતી કરી હતી.

27 વર્ષીય સાગર પટેલ નામના વિકૃત યુવકે લિફ્ટમાં 15 વર્ષીય કિશોરીની સામે અશ્લીલ હરકતો કરી હતી. કિશોરી લિફ્ટમાં ઘરે જઈ રહી હતી ત્યારે વિકૃત યુવક પણ અંદર ઘૂસી ગયો હતો. લિફ્ટમાં કિશોરી અને યુવક જ હતા. દરમિયાન કિશોરીની એકલતાનો લાભ લઈ યુવકે તેની સામે ગંભીર અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું.

યુવકે કિશોરીની સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું. જેને લઇ કિશોરી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. બાદમાં કિશોરીએ રડતા રડતા સમગ્ર હકીકત ઘરે જઈ તેના માતા-પિતાને કહી હતી. ઘટનાની ગંભીરતાને જોતા માતા-પિતાએ તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે બાળકીના માતા-પિતાની ફરિયાદ લઈ તપાસ કરી હતી.

પોલીસે લિફ્ટના સીસીટીવી ચેક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ત્યારે અડાજણ પોલીસે ખાનગી કંપનીના એન્જિનયર સાગર પટેલ નામના યુવકની ધરપકડ કરી છે. યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાસ કરીને મહિલાઓ કે બાળકીઓ સાથે છેડતી, બળાત્કાર જેવા કિસ્સાઓમાં ગુનેગારો શિક્ષિત વર્ગના હોતા નથી.

પરંતુ અડાજણમાં કિશોરી સાથે છેડતીના આ બનાવમાં શિક્ષિત યુવક દ્વારા આવી હરકત કરવામાં આવી છે. અશ્લીલ હરકત કરનાર સાગર પટેલ ખાનગી મલ્ટી નેશનલ કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ પર નોકરી કરી રહ્યો છે. ત્યારે હાઈરાઈઝ બિલ્ડીંગોમાં લગાવાતી આધુનિક સ્ટાઈલની બંધ લિફ્ટ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ લિફ્ટ હવે મહિલાઓ માટે સલામત રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *