રાજુ શ્રીવાસ્તવની ખબર સાંભળીને કપિલ શર્મા ભાવુક થઈ ગયા , કહ્યું ‘ તમે મને પહેલી વાર રડાવ્યો છે ‘…જુઓ અહી,બુધવારે રાજૂ શ્રીવાસ્તવના નિધન બાદ કપિલ શર્મા ભાવુક થઈ ગયો. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર દિવંગત કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ માટે એક ઇમોશનલ પોસ્ટ લખી છે.
58 વર્ષની ઉંમરમાં બુધવારે સવારે રાજૂ શ્રીવાસ્તવનું નિધન થયું છે. 10 ઓગસ્ટે જિમમાં હાર્ટ એટેક આવ્યા બાદ તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચારથી દુખી કોમેડિયન કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર દિવંગત કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ માટે એક ભાવુક પોસ્ટ શેર કરી છે. કપિલે ધ કપિલ શર્મા શોના સેટથીરાજૂ સાથે એક તસવીર શેર કરી છે.
રાજૂ શ્રીવાસ્તવના નિધન પર કપિલ શર્માએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું- આજે પ્રથમવાર તમે રડાવ્યો છે રાજૂ ભાઈ. વધુ એક મુલાકાત થઈ જાત. ઈશ્વર તમને તેના ચરણોમાં સ્થાન આપે. તમે ખુબ યાદ આવશો. અલવિદા ઓમ શાંતિ. કપિલના આ પોસ્ટ પર રાજૂના ઘણા ફેન્સના રિએક્શન આવી રહ્યાં છે. કોમેડિયનના ફેન્સ દુખી છે.
એક ફેને તેના માટે લાંબો મેસેજ કોમેન્ટ બોક્સમાં લખ્યો છે. ફેને લખ્યું- કોમેડીની દુનિયા માટે કાળો દિવસ! રાજૂ શ્રીવાસ્તવનું નિધન થઈ ગયું છે. તેમણે એમ્સમાં અંતિમ શ્વાસ લીધા. કોઈપણ રાજૂની કોમેડીની માત્ર તુલના ન કરી શકે. કોઈ ડબલ મિનિંગ જોક્સ નહીં, કોઈ અપમાનજનક શબ્દ નહીં. તે બેસ્ટ હતા. રેસ્ટ ઈન પીસ લેજન્ડ.
25 ડિસેમ્બર, 1963ના ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા રાજૂએ ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં પોતાના ગજોધર ભૈયાના પાત્રથી દેશભરના દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. કોમેડિયનના ફિલ્મી કરિયરની વાત કરીએ તો રાજૂ શ્રીવાસ્તવે, મૈંને પ્યાર કિયા, બાજીગર, બોમ્બે ટૂ ગોવા અને આમદની અઠન્ની ખર્ચા રૂપેયા સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.
કપિલ શર્મા પોતાની અપકમિંગ ફિલ્મ ઝ્વિગાટોમાં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર નંદિતા દાસ છે. કપિલની સાથે ફિલ્મમાં શાહાના ગોસ્વામી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલરને હાલમાં ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરવામાં આવ્યું હતું.