કોંગ્રેસ શાં માટે જૂની પેન્શન યોજનાને લાગુ રાખવા માંગે છે , જાણો શું કહ્યું રાહુલ અને પ્રિયંકાએ…જુઓ અહી,ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ જૂની પેન્શન યોજના એક મોટો મુદ્દો બન્યો છે…કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી OPS લાગુ કરવા પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી ચૂક્યા છે. ત્યારે રાહુલ ગાંધીનું એક ટ્વિટ દેખાડે છે કે આ મુદ્દો વિપક્ષ માટે કેટલો મોટો છે.
ગુજરાતમાં જુદા જુદા સરકારી વિભાગોના કર્મચારીઓ હાલ પડતર માગણીઓ સાથે આંદોલન પર છે…સૌની અલગ અલગ માગ છે, જો કે તેમાંથી એક માગ સામાન્ય છે, આ માગ છે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની…કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આ માગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે વિપક્ષોએ જૂની પેન્શન યોજનાને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો છે.
કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જૂની પેન્શન યોજના એટલે કે OPS લાગુ કરવાના વચનનો સમાવેશ કરી દીધો છે..તો આમ આદમી પાર્ટીએ પણ આ માટે તૈયારી દેખાડી છે…કોંગ્રેસ આ માટે રાજસ્થાન અને છત્તીસગઢના દાખલાનો હવાલો આપી રહી છે…તો આમ આદમી પાર્ટી પંજાબમાં OPS લાગુ કરવાની તૈયારીઓ કરી રહી છે.
એવામાં કોંગ્રસ સાંસદ રાહુલ ગાંધીએ OPS મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા ગુજરાતમાં આ યોજના ફરી લાગુ કરવાનો વાયદો કર્યો છે…પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, જૂની પેન્શન યોજના ખતમ કરીને ભાજપે વૃદ્ધોને આત્મનિર્ભરથી નિર્ભર બનાવી દીધા. દેશન મજબૂત બનાવનારા સરકારી કર્મચારીઓનો હક છે જૂની પેન્શન યોજના.
पुरानी पेंशन ख़त्म कर, भाजपा ने बुज़ुर्गों को आत्मनिर्भर से निर्भर बना दिया।
देश को मज़बूत करने वाले सरकारी कर्मचारियों का हक़ है: पुरानी पेंशन
हमने राजस्थान, छत्तीसगढ़ में पुरानी पेंशन बहाल की। अब गुजरात में भी कांग्रेस सरकार आएगी, पुरानी पेंशन लाएगी।#CongressDegiOldPension
— Rahul Gandhi (@RahulGandhi) September 20, 2022
અમે રાજસ્થાન અને છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના ફરી અમલી બનાવી છે. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ સરકાર આવશે, જૂની પેન્શન યોજના લાવશે. છત્તીસગઢ સરકારે આ વર્ષે માર્ચથી સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે. જેમાં નવી પેન્શન યોજના હેઠળ કર્મચારીઓના પગારમાંથી કરવામાં આવતી 10 ટકા કપાતને બંધ કરી દેવાઈ છે.
કોંગ્રેસે ગુજરાતમાં અત્યાર સુધી જે 11 જાહેરાતો કરી છે, તેમાંથી એક જૂની પેન્શન યોજનાને લાગુ કરવા અંગેની પણ છે. તો આ તરફ પંજાબની આપ સરકાર પણ જૂની પેન્શન યોજના લાગુ કરવા વિચારણા કરી રહી છે. મુખ્યમંત્રી ભગવંત માને અંગેની સમીક્ષા કરવા મુખ્ય સચિવને સૂચના પણ આપી છે…ગુજરાતમાં પણ આપ જૂની પેન્શન યોજનાને મોટો મુદ્દો બનાવી રહી છે.
भाजपा सरकार ने पुरानी पेंशन ख़त्म करके बुजुर्गों का सहारा छीन लिया था। भारतीय राष्ट्रीय कांग्रेस की सरकारों ने राजस्थान और छत्तीसगढ़ में पुरानी पेंशन बहाल कर दी है।
गुजरात और हिमाचल में भी कांग्रेस की सरकार बनते ही पुरानी पेंशन बहाल की जाएगी। #CongressDegiOldPension
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 20, 2022
હવે સવાલ એ છે કે આખરે શા માટે સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના પર ભાર મૂકી રહ્યા છે, તો તેનો જવાબ મેળવવા જૂની અને નવી બંને પેન્શન યોજના વચ્ચેનો ફરક સમજવો જરૂરી છે… જૂની પેન્શન સ્કીમમાં નિવૃત્તિ સમયે કર્મચારીને છેલ્લા પગારની અડધી રકમ પેન્શન તરીકે અપાય છે. જ્યારે નવી પેન્શન સ્કીમમાં નિવૃત્તિ બાદ પેન્શનની રકમ નિશ્વિત નથી હોતી.
My government is considering reverting to the Old Pension System (OPS). I have asked my Chief Secretary to study the feasibility and modalities of it’s implementation. We stand committed to the welfare of our employees.
— Bhagwant Mann (@BhagwantMann) September 19, 2022
OPSમાં પેન્શન માટે કર્મચારીના પગારમાંથી કોઈ રકમ નથી કાપાતી. જ્યારે NPSમાં કર્મચારીના માસિક પગારમાંથી બેઝિક પગાર અને ડીએનો 10 ટકા હિસ્સો કપાય છે.OPSમાં પેન્શનની ચૂકવણી સરકારી તિજોરીમાંથી કરાય છે, જ્યારે NPSમાં પેન્શન શેરબજાર પર આધારિત છે. OPSમાં છ મહિના બાદ મળતા મોંઘવારી ભથ્થાની પણ જોગવાઈ છે. જ્યારે NPSમાં મોંઘવારી ભથ્થાની કોઈ જોગવાઈ નથી.
OPSમાં પેન્શનની ચૂકવણી બિનશરતી રીતે થાય છે. જ્યારે NPSમાં નિવૃત્તિ બાદ પેન્શન મેળવવા NPS ફંડનું 40 ટકા રોકાણ કરવું પડે છે. આ જ કારણ છે કે સરકારી કર્મચારીઓ જટિલ NPSની જગ્યાએ સરળ અને વધુ ફાયદાકારક OPSની પસંદગી કરી રહ્યા છે…જો કે જૂની પેન્શન યોજના સરકારી તિજોરી પર મોટું ભારણ ઉભું કરે છે, જેના કારણે સરકારો તેને લાગુ કરતા ખચકાય છે.