બૉલીવુડ

સંધ્યા મૃદુલે ફિલ્મકારો પર મોટી ટીપણી કરી , સંધ્યાએ કહ્યું બ્રેસ્ટ સર્જરીની સલાહને બદલે પેડનો ઉપયોગ થવો જોઈએ…

સંધ્યા મૃદુલે ફિલ્મકારો પર મોટી ટીપણી કરી , સંધ્યાએ કહ્યું બ્રેસ્ટ સર્જરીની સલાહને બદલે પેડનો ઉપયોગ થવો જોઈએ…,’તમે તો વેમ્પ જેવા દેખાવ છો’, ‘તમારી તો બૉડી જ નથી’ બોલિવૂડ એક્ટ્રેસ સંધ્યા મૃદુલને કરિયરની શરૂઆતમાં આ બધું સાંભળવું પડતું હતું. થોડાં સમય પહેલાં જ સંધ્યાએ સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે કેટલાંક ફિલ્મમેકર્સે તેને બ્રેસ્ટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.

‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, સંધ્યાએ કહ્યું હતું કે જ્યારે તેને બ્રેસ્ટ સર્જરીની સલાહ આપાવામાં આવી તો તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે તે પોતાની બૉડીમાં કોઈ ફેરફાર કરશે નહીં.

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તેને એવું કહેવામાં આવ્યું હતું કે તમારે તો બ્રેસ્ટ જ નથી. એક ફિલ્મ માટે તેને એવું સંભળાવવામાં આવ્યું, ‘તમે અમને પસંદ છો, પરંતુ કેરેક્ટર માટે બ્રેસ્ટ સાઇઝ મેટર કરે છે.’ તો તેણે જવાબ આપ્યો હતો કે તે બ્રેસ્ટ પેડ યુઝ કરવા તૈયાર છે.

સંધ્યાએ 2005માં આવેલી ફિલ્મ ‘પેજ 3’ તથા 2014માં આવેલી ફિલ્મ ‘રાગિની MMS’માં બ્રેસ્ટ પેડનો ઉપયોગ કર્યો હતો. આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું કે ‘પેજ 3’ના કેટલાંક સીન્સ માટે તેણે બ્રેસ્ટ પેડ પહેર્યા હતા. ‘રાગિની MMS 2’ સંધ્યાએ જ સજેસ્ટ કર્યું હતું કે તેણે બ્રેસ્ટ પેડ પહેરવા જોઈએ. સંધ્યાના મતે તેને કોઈ બીજી વ્યક્તિ એવું ના કહી શકે તેણે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવવા જોઈએ.

સંધ્યાએ કહ્યું હતું કે બ્રેસ્ટ સર્જરી સિવાય પણ લોકો ઘણી વાતો કરતા હતા. કોઈક કહેતું કે તમે બહાર આવવા માટે તૈયાર નથી. કંઈ નહીં તો ખાલી બિયર પીવડાવી દો. આ બધું સાંભળવું પડતું. પૈસા માટે કામ ના કરવાનો તેણે પૂરો પ્રયાસ કર્યો હતો. એક સમય એવો પણ હતો કે તેને નાણાકીય મુશ્કેલી પડી હતી. જોકે, તે સમયે પણ સંજોગો સામે તેણે હાર માની નહોતી.

47 વર્ષીય સંધ્યાનો જન્મ મુંબઈમાં થયો છે. 10 વર્ષની ઉંમરમાં પરિવાર સાથે નવી દિલ્હી ગઈ હતી. તેના પિતા હાઇકોર્ટના જજ હતા. નાની ઉંમરમાં સંધ્યાના પિતાનું અવસાન થતાં મોટા ભાઈ સિદ્ધાર્થે તેને મોટી કરી હતી. સિદ્ધાર્થ પણ દિલ્હી હાઇકોર્ટમાં જજ છે. સંધ્યાના બીજા એક ભાઈનું નામ પંકજ છે.

સંધ્યા મુંબઈમાં માર્કેટિંગ એક્ઝિક્યૂટિવ જોબ માટે આવી હતી. જોકે, પછી તેણે એક્ટિંગ ફિલ્ડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 1994માં સંધ્યાએ ‘બનેગી અપની બાત’માં કામ કર્યું હતું. ત્યારબાદ તે વિવિધ ફિલ્મ ને સિરિયલમાં જોવા મળી હતી. છેલ્લે 2021માં વેબ સિરીઝ ‘તાંડવ’માં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *