ગરબા રમવામાટે તૈયાર થઈ જજો બધા , આલિયાના આ હીરો લઈને આવ્યો છે જબરદસ્ત સોંગ…જુઓ અહી,ગંગુબાઈ ફેમ શાંતનુ અને અવનીત કૌર ચાહકોને ‘કેસરીયો રંગ’ની ધૂન પર નાચવા માટે તૈયાર છે.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીથી બોલિવૂડમાં પ્રવેશ કરનાર શાંતનુ મહેશ્વરી અને અલાદ્દીન નામ તો સુના હોગા અભિનેત્રી અવનીત કૌર મ્યુઝિક વીડિયો કેસરીયો રંગ માટે સાથે આવી રહ્યાં છે. આ ગીત તહેવારોની મોસમ માટે યોગ્ય છે અને નવરાત્રિને તેના ગરબા બીટ્સ અને ડાન્સ મૂવ્સ સાથે રોકશે.
શાંતનુએ સોશિયલ મીડિયા પર શેર કરેલા પોસ્ટરમાં, તે રંગબેરંગી એથનિક જેકેટ સાથે સફેદ કુર્તા-ધોતી પહેરીને જોઈ શકાય છે.ગીત વિશે વાત કરતાં શાંતનુએ કહ્યું, “આ ગીત આ સિઝનમાં ગરબા અને દાંડિયા માટેનું શ્રેષ્ઠ ડાન્સ નંબર છે. આ ગીત માટે અવનીત સાથે કામ કરવામાં ખૂબ જ મજા આવી.
અમારે શાનદાર શૂટ કર્યું હતું અને અમે તેની રાહ જોઈ રહ્યા છીએ.” પ્રેક્ષકોને આ ગીત ગમશે અને અમારી જેમ જ તેના પર ડાન્સ કરવાની મજા આવશે.”લિજો જ્યોર્જ અને ડીજે ચેતાસ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલ, ‘કેસરીયો રંગ’ અસીસ કૌર અને દેવ નેગી દ્વારા ગાયું છે, જ્યારે કોરિયોગ્રાફી આદિલ શેખે કરી છે. તે 22 સપ્ટેમ્બરે રિલીઝ થશે.