વિદ્યા બાલન કોફી વિથ કરન શોનો ભાગ બનશે , વિડિયો શેર કરી ફેન્સને જાણ કરી…જુઓ અહી,કરન જોહર હાલમાં ‘કૉફી વિથ કરન 7’ને કારણે ચર્ચામાં છે. આ શોમાં અનેક સેલિબ્રિટીઓ આવે છે. બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
હાલમાં જ એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે એક્ટ્રેસ કરન જોહરના ચેટ શો કોફી વિથ કરણ 7માં જોવા મળશે. વીડિયોમાં વિદ્યા લાલ રંગના ફોર્મલ સૂટમાં જોવા મળી રહી છે. વીડિયો શેર કરતાં વિદ્યાએ લખ્યું હતું કે ‘શુક્રવાર માટે સારી તૈયારી છે.
આ વીડિયોમાં વિદ્યા અલગ અંદાજમાં કહે છે કે ‘જો તમે ગપસપ કરવા જાવ છો તો ખાસ ધ્યાન રાખો કે તમે સારી રીતે તૈયાર છો, કારણ કે તમે નકામી વાતોથી નિરર્થક ન દેખાઈ શકો’. તો વિદ્યાના વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો વિદ્યા આગામી સમયમાં પ્રતીક ગાંધી સાથે એક ફિલ્મમાં જોવા મળશે. જોકે આ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. આ સાથે તે સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ ડબલ એક્સેલમાં પણ જોવા મળશે.
શોમાં આલિયા ભટ્ટ-રણવીર સિંહ, અક્ષય કુમાર-સમંથા રૂથ પ્રભુ, જાન્હવી કપૂર-સારા અલી ખાન, અનન્યા પાંડે-વિજય દેવરાકોંડા, આમિર ખાન-કરીના કપૂર, શાહિદ કપૂર-કિઆરા અડવાણી, ટાઇગર શ્રોફ-ક્રિતિ સેનન, અર્જુન કપૂર-સોનમ કપૂર તથા સિદ્ધાર્થ મલ્હોત્રા-વિકી કૌશલ આવ્યાં છે.