સુરતમાં યુવકે ખરીદેલી ગેમની આઇડી બ્લોક થતાં વેચનારને ઢોર માર્યો , 4 વ્યક્તિએ મળીને યુવકનું અપહરણ કર્યું…,સુરતની આઈટીઆઈ કોલેજમાં ઈલેકટ્રીશ્યનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 2500 જેટલા રૂપિયામાં વેચેલી ફ્રી ફાયર ગેમની આઈડી લોક થતા તેનુંચાર યુવાનોએ અપહરણ કરી પૈસા પરટલ લેવા ઢોરમાર માર્યો હતો. જેને પગલે યુવક બેભાન થઈ ગયો હતો અને પરિવાજનો દ્વારા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
જે બાદ તેણે ચાર યુવાન વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તાપસ શરૂ કરી છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના વેસુ સ્થિત સુમન સાગર આવાસમાં રહેતો 19 વર્ષીય ઝીલ સુરેશભાઇ પટેલ મજૂરાગેટ સ્થિત આઈટીઆઈ કોલેજમાં ઈલેકટ્રીશ્યનનો અભ્યાસ કરે છે. ત્યારે એક મહિના અગાઉ તેની કોલેજમાં જ ભણતા ફૈઝાન સાથે ઓળખાણ થઈ હતી.
ઓનલાઇન રમાતી ફ્રી ફાયર ગેમનું આઈડી બનાવી જીલ છેલ્લા ઘણા દિવસથી રમતો હતો પરંતુ જીલને ગેમ ગમતી ન હતી જ્યારે ફૈઝાનના એક મિત્ર પાર્થને આ ગેમ પસંદ હતી જેથી જીલ પાસેથી ગેમની આઈડી ફૈઝાને વેચાણ માટે માંગી હતી.જેથી તેણે જીલ પાસેથી આઈડી રૂ.2500 માં ખરીદી હતી અને પાર્થ નામના વ્યક્તિને વેચી દીધી હતી.
બાદમાં ગત 13 મીના રોજ જીલ પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને તમારું પાર્સલ આવ્યું છે તેમ કહી ગ્રીન સિગ્નેચર બિલ્ડીંગ પાસે બોલવામાં આવ્યો હતો.ઝીલ ફોન પર બતાવેલ જગ્યા પર ગયો હતો અને ત્યાંથી તેનું અપહરણ કરી અન્ય જગ્યાએ લઈ જઈ માર માર્યો હતો.
જીલને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે પાર્થ વાઘેલાનો હતો. પાર્થ વાઘેલાએ તેને બોલાવ્યો હતો.પાર્થ સાથે ત્યાં અન્ય ત્રણ યુવાન પણ હતા. પાર્થે જીલની વાત ફૈઝાન સાથે કરાવતા તેણે કહ્યું હતું કે ‘આ બધા મારા મિત્રો છે, તારી પાસેથી ખરીદેલી ફ્રી ફાયર ગેમની આઈડી તેમને વેચી છે અને હવે લોક થઈ ગઈ છે. તેથી તેઓ પૈસા પાછા માંગે છે.
તું તેમને પૈસા પરત આપી દે.’ જોકે ત્યાર બાદ પૈસા પરત આપવા બાબતે જીલનો પાર્થ અને તેની સાથેના ત્રણ યુવાનો સાથે ઝઘડો થયો હતો.જેથી ચારેયએ જીલને માર માર્યો હતો.ચારેય યુવાનો ઝીલને માર મારી નાસી ગયા હતા જોકે નજીકના ચા ની દુકાનવાળાએ જીલને બેભાન સ્થિતિમાં જોઈ પ્રથમ ભાનમાં લાવવામાં આવ્યો હતો અને ભાનમાં લાવી તેના પરિવારને જાણ કરવામાં આવી હતી.
જેથી પરિવાર ત્યાં દોડી આવ્યું હતું.બાદમાં જીલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.ત્યારે ગતરોજ જીલને હોસ્પિટલમાંથી રજા મળતા તેણે પાર્થ વાઘેલા અને અન્ય ત્રણ યુવાનો વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ લઈ તમામની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.