બાપ દીકરો મારામારી પર ઉતરી આવ્યા , રોડ વચ્ચે ઢિકે પાટે તથા હોકીનો ઉપયોગ કરી મારામારી કરી…જુઓ વિડિયો,CCTV ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે સંપત્તિના નામ પર સગા ભાઈ એકબીજાના દુશ્મન બની ગયા છે. પહેલા મારામારી થઈ પરંતુ ત્યારબાદ પિતા પણ હોકી સ્ટીક લઈને પોતાના પુત્રો પર હુમલો કરી રહ્યાં છે.
બિહારના રોહતાસ જિલ્લામાં પ્રોપર્ટીના એક વિવાદને કારણે પિતા અને પુત્રોમાં જબરદસ્ત મારપીટ થઈ છે. આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ઘટના રોહતાસ જિલ્લાના દિનારા વિસ્તારની છે, જ્યાં સંપત્તિને લઈને પિતા અને પુત્રો વચ્ચે મારપીટના સીસીટીવી સામે આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે દિનારા બજારના કારોબારી શ્રીરામ સાહ અને તેના બે પુત્રો વચ્ચે મારામારી થઈ છે. મોટો પુત્ર સંજય અને નાનો પુત્ર ચંદન એક તરફ છે તો બીજીતરફ શ્રીરામ સાહ અને તેનો એક પુત્ર મિથિલેશ કુમાર છે. આ વીડિયો બે દિવસ પહેલાનો છે. જ્યારે પિતા-પુત્રો વચ્ચે મારપીટ દરમિયાન હોકી સ્ટિક પણ ચાલવા લાગી હતી.
खबर रोहतास जिला के दिनारा से है। जहां संपत्ति को लेकर पिता तथा पुत्रों के बीच मारपीट का सीसीटीवी फुटेज सामने आया है। pic.twitter.com/G7KzkzGTqz
— Nitesh Srivastava (@nitesh_sriv) September 16, 2022
પિતાનો આરોપ છે કે તેના બે પુત્ર એક દિવસ અચાનકથી દુકાન પર આવ્યા અને સ્ટાફને તે કહીને ભગાડ્યા કે દુકાન બંધ થશે અને તેમાં તાળુ લાગશે. પિતાએ કહ્યુ કે જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો તો બંને પુત્રોએ હુમલો કરી દીધો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર શ્રીરામ સાહના ત્રણ પુત્રો વચ્ચે 80 લાખ રોકડની વહેચણીને લઈને વિવાદ છે.
બધા પુત્રોનો દિનારા બજારમાં અલગ-અલગ શોપિંગ મોલ છે. આ સંબંધમાં પીડિત પિતાએ જણાવ્યુ કે તેમણે ઘણીવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પરંતુ તેમની એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. પોલીસ આ પારિવારિક મામલો ગણાવી રહી છે, બંને વચ્ચે ગમે ત્યારે મારપીટ થતી રહે છે.