ગુજરાત વડોદરા

વડોદરામાં ડૉ. વિરાજે પોલીસ સ્ટેશનમાં કહ્યું મારું ટ્રાન્સજેન્ડર ઓપરેશન ફેલ થયું છે , હવે મારું લિંગ કઈ કામનું નથી…

વડોદરામાં ડૉ. વિરાજે પોલીસ સ્ટેશનમાં કહ્યું મારું ટ્રાન્સજેન્ડર ઓપરેશન ફેલ થયું છે , હવે મારું લિંગ કઈ કામનું નથી…,જન્મથી મહિલા હોવાની વાત છુપાવી વડોદરાની મહિલા સાથે લગ્ન કરવાના છેતરપિંડીના ગોત્રી પોલીસ મથકે નોંધાયેલા મામલામાં બંને પક્ષે સામસામે આક્ષેપો કર્યા છે. બીજી તરફ ડો.વિરાજે પોલીસ સ્ટેશનમાં કપડાં ઉતારીને કહ્યું હતું કે, હું શરીર સંબંધ બાંધવા સક્ષમ નથી.

દિલ્હીથી ઝડપી લવાયેલા મિસ વિજેતામાંથી ડૉ.વિરાજ બનેલાને કાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરાશે. શહેરની મહિલા સાથે લગ્ન કર્યા બાદ 6 વર્ષ સુધી શારીરિક સંબંધ નહિ બાંધી બહાનાં કરતા પતિ ડો.વિરાજ સામે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.

જેમાં દિલ્હી રહેતી યુવતીએ પુરુષ બની લગ્ન કર્યા હતા અને ત્યારબાદ હેરાનગતિ, મારપીટ, સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વ્યભિચાર અને નાણાકીય છેતરપિંડીની સિલસિલીબદ્ધ વિગતો ફરિયાદમાં જણાવી હતી. 2014માં શાદી ડોટ કોમ દ્વારા દિલ્હી રહેતા ડો.વિરાજ સાથે થયા હતા. 6 વર્ષમાં પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ ન બંધાતાં પત્નીએ પૂછ્યું ત્યારે પ્રથમ ગુપ્ત ભાગની એલર્જી, બાદમાં અકસ્માતમાં ગુપ્ત ભાગે ઇજાનું બહાનું બનાવ્યું હતું.

પત્નીના હાથમાં પતિની સેક્સ ચેન્જની સારવારની ફાઈલ આવી જતાં ભાંડો ફૂટ્યો હતો અને પતિએ પણ આ વાત કબૂલી હતી.​​​​​​​​​​​​​​બાદમાં પત્ની સાથે અપ્રાકૃતિક સેક્સની માગ અને પતિ કોલગર્લ સાથે સંબંધો રાખતો હોવાના મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને મહિલા પિતાના ઘરે આવી ગઈ હતી.તેમણે વકીલની સલાહ લઈ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આજે પોલીસ મથકે મહિલાના વકીલ અને આરોપી વિરાજે સામસામે આક્ષેપ કર્યા હતા. બીજી તરફ પોલીસે આરોપીની તબીબી તપાસ, સેક્સ ચેન્જ કોલકત્તા થયેલું હોવાથી ત્યાં તપાસ માટે જવું જરૂરી હોવાથી રિમાન્ડની માગણી કરશે.

છેતરપિંડીનો ભોગ બનેલી મહિલા માનસિક રીતે પડી ભાંગી હોવાથી તેની પર 2014થી શું શું વિત્યું અને કેવી હેરાનગતિ થઇ તેની વિગતો જાણવા મહિલા વકીલ કોમલ કુકરેજાની મદદ લેવાઇ હતી. ત્યારબાદ મહિલા નિવેદન લખાવવા તૈયાર થઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

ડો.વિરાજને પકડવા ગોત્રી પોલીસ ડીએલએફ કેપિટલ ગ્રીન મોતીનગર, દિલ્હી ગઈ હતી. જ્યાં વિરાજે ફ્લેટમાંથી બહાર ન આવી બૂમાબૂમ કરી હતી. પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી. જોકે પોલીસ મામલો સંભાળી આરોપીને વડોદરા લઈ આવી હતી.

ડીસીપી ઝોન 2 અભય સોનીએ જણાવ્યું કે, 2020માં કરાવેલું સેક્સ ચેન્જનું ઓપરેશન ફેલ ગયું હોવાનું આરોપી જણાવે છે. જોકે તેની તબીબી તપાસ થશે. પોટેન્સી ટેસ્ટ પણ કરાશે. લગ્ન સમયે 2014માં તો એ સ્ત્રી જ હતો એટલે 377 મુજબનો ગુનો તો બને છે. વધુ તપાસ માટે પોલીસ દિલ્હી જશે અને કોલગર્લ સાથે સંબંધની તપાસ કરાશે.

ડો. વિરાજે તપાસ અધિકારી સમક્ષ કપડાં ઉતારી જણાવ્યું હતું કે, હું એવું કરવા સક્ષમ જ નથી. સેક્સ ચેન્જનાં ઘણા તબક્કા હોય છે. એ પૈકી બે તબક્કા હજી બાકી છે. પત્નીના આક્ષેપો તદ્દન જૂઠા છે. જોકે પોલીસે આ અંગે તબીબી તપાસ કરવાનું નક્કી કર્યું છે. ડો.વિરાજે જણાવ્યું હતું કે, મારી પત્નીને પહેલેથી ખબર હતી. આટલા વર્ષ સુધી એનું અને દીકરીનું ભરણ પોષણ કર્યું હતું. બેંકમાં ફિક્સ ડિપોઝિટ ઉપરાંત વડોદરાના ભાયલી વિસ્તારમાં મકાન પણ મારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ચૂકવીને આપ્યું છે. તેનો લેન્ડલોર્ડ પણ મને ઓળખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *