ગુજરાત રાજકોટ

બસ ડ્રાઈવરે યુવતી સાથે છેડતી કરી , યુવતીએ બધા વચ્ચે ફડાકો મારી દીધો તથા બધાએ પણ ડ્રાયવરને માર્યો…જુઓ અહી

બસ ડ્રાઈવરે યુવતી સાથે છેડતી કરી , યુવતીએ બધા વચ્ચે ફડાકો મારી દીધો તથા બધાએ પણ ડ્રાયવરને માર્યો…જુઓ અહી,આ ઘટના ત્રિકોણ બાગ બસ સ્ટોપ પાસે બની હતી, જ્યાં બસ રોકી લોકોએ ડ્રાઈવરને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સોશિયલ મીડિયામાં આજકાલ અનેક વીડિયો વાયરલ થાય છે, ત્યારે રાજકોટમાં એક યુવતી રણચંડી બનીને સિટી બસના ડ્રાઈવરને તમાચા મારીને પાઠ ભણાવ્યો હતો. રાજકોટમાં યુવતીની છેડતી કરનાર સિટી બસના ડ્રાઈવરને યુવતી સહિત લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

આ ઘટના ત્રિકોણ બાગ બસ સ્ટોપ પાસે બની હતી, જ્યાં બસ રોકી લોકોએ ડ્રાઈવરને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.રાજકોટમાં બનેલી આ ઘટનાનો વીડિયો હાલ ચારેબાજુ વાઈરલ થઈ રહ્યો છે, અને યુવતીને હિંમતને લોકો બિરદાવી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છેડતી કરનાર સીટી બસનો ડ્રાઈવર રૂમાલથી પોતાનો ચહેરો છૂપાવી રહ્યો છે. જ્યારે રણચંડી બનેલી યુવતી રોષે ભરાઈને ડ્રાઇવરને બેફામ ગાળો ભાંડીને તમાચા મારે છે. એ સમયે ડ્રાઈવરની સાથે રહેલા કંડક્ટરે ડ્રાઈવરનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ રોષે ભરાયેલી યુવતીએ તેની પાસે જઈને એક બાદ એક તમાચા ઝીંક્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જો કે, આ અંગે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *