શાહરુખ ખાનની દિકરી સુહાનાને દુબઈમાં પોતાની હમશકલ છોકરી મળી , આ વાત ખૂબ ચર્ચાઈ રહી છે…જુઓ તસવીરો,સો.મીડિયામાં અવાર-નવાર કોઈની તસવીરો ને વીડિયો વાઇરલ થતા હોય છે. હાલમાં જ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની હમશકલની તસવીર વાઇરલ થઈ છે.
બરીહાએ સો.મીડિયામાં સુહાના સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે બરીહાએ કેપ્શનમાં કહ્યું હતું, ‘દુબઈની રેસ્ટોરામાં ફાઇનલી હું મારી કૉપી સુહાના સાથે મુલાકાત થઈ અને આ મોમેન્ટને કેમેરામાં કેપ્ચર કરી. જે લોકો મારી તુલના સુહાના સાથે કરીને મને પર્સનલ મેસેજ મોકલતા હતા, તે લોકો માટે આ પૂરી તસવીર છે.
‘ આ તસવીરમાં બરીહા બ્લૂ પ્રિન્ટેડ આઉટફિટમાં જોવા મળે છે.બરીહાને સો.મીડિયા યુઝર્સ સુહાનાની બહેન પણ કહેતા હોય છે. બરીહાના સો.મીડિયા પોસ્ટમાં અવારનવાર યુઝર્સ સુહાના ખાન સાથે તેની તુલના કરતાં હતાં.
સુહાના મમ્મી ગૌરી ખાન, શનાયા કપૂર, મહિપ કપૂર સાથે દુબઈમાં વેકેશન મનાવી રહી છે. સુહાના ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મમાં ખુશી કપૂર તથા અમિતાભનો દોહિત્ર અગસ્ત્ય નંદા લીડ રોલમાં છે.
બરીહા ટ્રાવેલર છે. તેણે સૈફ મલિક સાથે લગ્ન કર્યા છે અને તે એક દીકરીની માતા છે.