તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પોપટલાલે કરી મોટી જાહેરાત , કહ્યું શોમાં આવી રહી છે મિસ પોપટલાલ…જુઓ અહી,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય સિરિયલ છે. આ સિરિયલે જુલાઈમાં 14 વર્ષ પૂરા કર્યા હતા. 14 વર્ષ દરમિયાન ઘણાં કલાકારોએ સિરિયલ છોડી તો ઘણાં કલાકારો નવા આવ્યા છે. હાલમાં જ તારક મહેતાના પાત્રમાં સચિન શ્રોફ જોવા મળ્યો છે. આ દરમિયાન શ્યામ પાઠક એટલે કે પત્રકાર પોપટલાલે પોતાના લગ્ન અંગે વાત કરી હતી.
રાજ અનડકટ તથા શૈલેષ લોઢાએ ‘તારક મહેતા..’ સિરિયલ છોડી દીધી છે. બંને અન્ય પ્રોજેક્ટ્સમાં કામ કરવા ઉત્સુક છે. ઘણાં અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યા છે કે તેમને પ્રોડ્યૂસર અસિત મોદી સામે વાંધો હતો. જોકે, શૈલેષની જગ્યાએ સચિન શ્રોફને લઈ લેવામાં આવ્યો છે.
હજી ચાહકોને મહેતા સાહેબ તરીકે સચિન શ્રોફને સ્વીકારવામાં સમય લાગશે. અસિત મોદીએ સિરિયલમાં નવા પાત્રો ઉમેરાશે તેમ કહ્યું હતું.સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં અમિત ભટ્ટ (ચંપકચાચા) એક્ટર સચિન શ્રોફના વખાણ કરે છે.
મંદાર ચાંદવડકર (મિસ્ટર ભીડે) ચતથા શ્યામ પાઠક (પત્રકાર પોપટલાલ) બાજુમાં ઊભા છે. શ્યામ પાઠક એમ કહે છે કે અસિત કુમાર મોદીએ શોમાં નવા પાત્રો લાવવાની વાત કરી હતી અને તેમાંથી એક પાત્ર મિસિસ પોપટલાલ એટલે કે તેની પત્ની પણ જોવા મળશે.
નોંધનીય છે કે સિરિયલના ઘણાં જૂના કલાકારો જોવા મળતા નથી. ચાહકો આ જૂના કલાકારોને પાછા લાવવાની માગણી કરી છે, પરંતુ હવે તે શક્ય નથી. આથી જ મેકર્સ સિરિયલમાં