ભારત

સુહાગરાતે થાકી ગયેલ છું નું બહાનું બનાવ્યું પરંતુ , લગ્નના 6 વર્ષ બાદ પત્નીને ખબર પડી કે પતિ ટ્રાન્સજેન્ડર છે…

સુહાગરાતે થાકી ગયેલ છું નું બહાનું બનાવ્યું પરંતુ , લગ્નના 6 વર્ષ બાદ પત્નીને ખબર પડી કે પતિ ટ્રાન્સજેન્ડર છે…,સંસ્કારી નગરી વડોદરામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. વડોદરાની મહિલા સાથે તેના પતિએ એવી છેતરપિંડી કરી કે જેણે જાણીને વિચારમાં પડી જશો. દિલ્હીની ઠગ યુવતીએ પુરુષ બનવા સર્જરી કરાવી વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા. લગ્નના 6 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે.

મહિલાએ લિંગ પરિવર્તન કરીને સ્ત્રીમાંથી પુરુષ બનીને ડોક્ટર તરીકે ઓળખ આપી વડોદરાની મહિલા સાથે લગ્ન કર્યાં. વડોદરાની મહિલાએ ટ્રાન્સજેન્ડર પતિ વિરુદ્ધ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ કહ્યું કે, વડોદરાની યુવતીના પહેલા પતિનું મૃત્યુ થયું છે, અને તેને પહેલા પતિથી સંતાનમાં એક દીકરી હતી.

દીકરીના ભવિષ્ય માટે મહિલાએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના બીજા લગ્ન દિલ્હીના યુવક વિરાજ હર્ષવર્ધન સાથે 6 વર્ષ પહેલા થયા હતા. પરિવારજનોએ યુવતી સાથે ફાઈવ સ્ટાર હોટલમાં ધામધૂમથી લગ્ન પણ કર્યાં. પતિ વિરાજ હર્ષવર્ધન સુહાગરાતે થાકી ગયાનું બહાનું કરીને સૂઈ ગયો હતો. તેના બાદ ડૉ.વિરાજ એલર્જીના બહાને પત્નીથી દૂર રહીને પૂજા-પાઠ કરતો હતો.

પરંતું બે વર્ષથી ડો.વિરાજની હરકતો સામે શંકા જતાં વડોદરાની યુવતી પુરાવા શોધવા લાગી હતી. પરંતું મહિલા એકવાર પતિને દિલ્હીની સેક્સવર્કર સાથે જોઈ ગઈ હતી. જેના બાદ મહિલાના હાથમાં એક ફાઈલ આવી, જે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફાઈલમાં પતિના કલકત્તામાં થયેલી સર્જરીની માહિતી હતી. જેમાં પતિની હકીકત સામે આવી હતી.

ફાઈલમાં ઉલ્લેખ કરાયો હતો કે, ડો.વિરાજ હકીકતમાં વિજેતા હતો. લિંગ પરિવર્તનની સર્જરી કરાવીને તે યુવતીમાંથી યુવક બન્યો હતો. ડો.વિરાજે મોંઘીદાટ સર્જરી કરાવીને શરીરના ઉપરના ભાગનું પરિવર્તન કરાવ્યું હતું. આમ, લગ્નના 6 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે.

આમ, પતિની સચ્ચાઈ સામે આવતા જ પત્નીએ ફરિયાદ કરી. જેના બાદ આરોપી પતિ વિરાજ હર્ષવર્ધનની દિલ્હીમાં પોલીસે ધરપકડ કરી છે. આરોપી ડો.વિરાજની ગોત્રી પોલીસે ધરપકડ છે. હાલ વિરાજને તપાસ અને પૂછપરછ માટે વડોદરા લાવવામાં આવ્યો છે. વડોદરા પોલીસ આ મામલે તપાસ કરશે કે, લિંગ પરિવર્તન એકટ મુજબ આ અંગેની સર્જરી થયા બાદ એક તબીબોની પેનલ બેસે છે અને ત્યારબાદ જિલ્લા કલેકટર તેને મંજૂરી આપે પછી લિંગ પરિવર્તન મુજબ તે પુરુષ બન્યો કે સ્ત્રી બન્યો તે અંગેની જાહેરાત ગેઝેટમાં થાય છે. આ પ્રક્રિયાને ડો.વિરાજે અનુસરી છે કે કેમ?

ડો.વિરાજ સામે શંકા જતાં વડોદરાની યુવતી પુરાવા શોધવા લાગી હતી. ડો.વિરાજે તેને ધમકી આપતો હતો કે, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી હર્ષ વર્ધનનું નાજાયઝ સંતાન છું અને તેઓ મારા નામે અનેક સ્કીમો મુકે છે. એટલે યુવતીએ કેન્દ્રીય મંત્રીની ઓફિસમાં જઇ આ અંગેની તપાસ કરતાં મંત્રીના અંગત મદદનીશે કહ્યું હતું કે, આ વાત બિલકુલ વાહીયાત અને બિનપાયેદાર છે. આ સાંભળી યુવતીને વિરાજના કારસ્તાનની ગંભીરતા સમજાઈ હતી.

ચોંકાવનારી હકીકત એ છે કે, ડો.વિરાજે અન્ય યુવતી સાથે પણ લગ્ન કર્યા હતાં. તેની બે માતા અને બે સાવકી બહેનો સામે ફરિયાદ થઇ છે. જેમાં સગી માતા કુસુમ હર્ષબર્ધન શ્રીવાસ્તવ (વર્ધા), સાવકી માતા અનીતા હર્ષબર્ધન શ્રીવાસ્તવ (હૈદરાબાદ), સાવકી બહેનો શુબી હર્ષબર્ધન, અસ્મિતા અગ્રવાલ છે.

વડોદરામાં મીડિયા સમક્ષ આરોપી વિરાજે સ્વીકાર્યુ કે, જેન્ડર ચેન્જ કરવા ત્રણ સ્ટેજની સર્જરી કરવી જરૂરી છે. મારી બે સ્ટેજની સર્જરી થયેલી હતી. આ બાબત મેં લગ્ન પહેલા જ જણાવી હતી. ફેલો સર્જરીની સારવાર બાકી હતી. મારી સર્જરી સક્સેસ થઈ હતી.

આ વિશે ઝોન-2ના ડીસીપી અભય સોનીએ કહ્યું કે, વિરાજે મહિલા તરીકે રહીને મહિલા સાથે અકુદરતી સંબંધ બાંધ્યા હતા. તેમજ ખોટી રીતે લોન લઈ ગુનો કર્યો છે. આરોપીની બહેનો અને સાસુને આરોપી તરીકે લેવામાં આવશે. સાથે જ વિરાજે સેકસ ચેન્જ કરવાની કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી નથી. તેમના લગ્ન 2014 માં થયા હતા. પરંતું 2014 થી 2020 સુધી અંગત પાર્ટમાં ઇન્ફેક્શન હોવાનું બહાનું કાઢી મહિલા સાથે અંગત સંબંધો બાંધવાનું ટાળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *