હંમેશા જે ઉર્ફી જાવેદ ચર્ચામાં રહે છે તેની ડિઝાઇનર મળી ગઈ છે , જે આવા અજીબો ગરીબ કપડાં કરે છે ડિઝાઇન…, ઉર્ફી જાવેદ પોતાની વિચિત્ર ફેશન સેન્સ માટે જાણીતી છે. તેના કપડા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે, પરંતુ ઉર્ફીને આવા વિચિત્ર કપડા પહેરાવનાર કોણ છે, શું તમે જાણો છો? અભિનેત્રીની આઉટફિટને જોઈને હંમેશા લોકો વિચારમાં પડી જાય છે કે આખરે તેના કપડા કોણ ડિઝાઇન કરે છે. તો આવો આજે તમને ઉર્ફી જાવેદની ડિઝાઇનરનો પરિચય કરાવીએ.
ઉર્ફી જાવેદ પોતાની અતરંગી સ્ટાઇલ માટે જાણીતી છે. તેના કપડા જોઈને લોકો માથુ ખંજવાળવા લાગે છે. આમ તો ઉર્ફી પોતાના કપડા ખુદ ડિઝાઇન કરે છે પરંતુ તેની પાસે એક ડિઝાઇનર પણ છે, જે તેને આવા વિચિત્ર કપડા તૈયાર કરી આપે છે.
ઉર્ફી જાવેદના કપડા શ્વેતા ગુરમીત કૌર ડિઝાઇન કરે છે. શ્વેતા ઉર્ફી જાવેદની મિત્ર છે, તે બંને હંમેશા પાર્ટીમાં જોવા મળે છે. પરંતુ તમે જાણીને ચોંકી જશો કે શ્વેતા બોલ્ડનેસના મામલામાં ઉર્ફીને ટક્કર આપે છે.
ઉર્ફી જાવેદનો આ પિંક કટઆઉટ ડ્રેસ બધાને યાદ છે. આ ડ્રેસમાં લાગેલી ગાંઠોએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. પરંતુ આ ડ્રેસને શ્વેતાએ પણ પહેર્યો અને બંનેનો લુક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.
ઉર્ફીની ઉપર આ પ્રિન્ટેડ બિકિની ખુબ ફબી હતી અને આ બિકિનીને પણ શ્વેતાએ ડિઝાઇન કરી હતી. એટલું જ નહીં આ બિકિની સેટને શ્વેતાએ પણ પહેર્યો હતો. શ્વેતાના આ લુક પર તેના ફેન્સ ફિદા થઈ ગયા હતા.
ઉર્ફી જાવેદનો પિંક ડ્રેસ ખુબ ચર્ચામાં આવ્યો હતો. આ લુકમાં દરેક લોકો તેની પ્રશંસા કરતા હતા અને તેને પણ અભિનેત્રીની મિત્ર શ્વેતાએ ડિજાઇન કર્યો હતો.