એર ઇન્ડિયા એક્સ્પ્રેસ ફ્લાઇટ ઉડતા પહેલાજ રોકાઈ , એન્જિનમાં અચાનક ધુમાડો નીકળ્યો મોટી દુર્ઘટના તળી…,મસ્કટથી કોચીન જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 442માં ટેક ઓફ પહેલા આગ લાગી. વિમાન ઉડાન ભરે તે પહેલા તેમાં ધુમાડા દેખાવા લાગ્યા. તપાસમાં માહિતી મળી કે એન્જિનમાં આગ લાગી હતી.
ફ્લાઇટમાં સવાર તમામ 141 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સને બહાર કાઢવામાં આવ્યા છે.કહેવામાં આવે છે કે એર ઈન્ડિયા એક્સપ્રેસની પાછળ ઉભેલા વિમાન દ્વારા ધુમાડો નિકળવાની ફરિયાદ કરવામાં આવી.
જેના પછી ટેક ઓફ કેન્સલ કરવામાં આવ્યો હતો. ઘટના સમયે વિમાનમાં 147 યાત્રી અને ક્રૂ મેમ્બર હાજર હતા. તમામ યાત્રી સુરક્ષિત છે.મળતી માહિતી અનુસાર, ઉડાન સમયે વિમાનમાં 141 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર હાજર હતા.
એન્જિનિયરની ટીમ તપાસ કરી રહી હતી. આ ઘટના પછી યાત્રીઓ માટે બીજા વિમાનની વ્યવસ્થા કરવામાં આવી. જેથી યાત્રીઓ સુરક્ષિત રીતે કોચીન પહોંચી શકે.DGCAના નિવેદન અનુસાર જેમાં કહેવામાં આવ્યું છે.
મસ્કત એરપોર્ટના રનવે પર એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (કોચીન તરફ)ના એન્જિન નંબર 2માં ધુમાડો જોતા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મુસાફરો માટે અન્ય ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે ઘટનાની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું.