બ્રમહાસ્ત્રએ કર્યું બોકસ ઓફિસ પર જબરું કલેક્શન , આ મૂવીએ કાશ્મીર ફાઇલ્સને પણ પાછળ છોડી…જુઓ અહી,9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આલિયા-રણબીરની આ ફિલ્મના ચાહકોને ઘણી જ ગમી છે. ફિલ્મે ફર્સ્ટ વીકેન્ડમાં વર્લ્ડવાઇડ 225 કરોડની કમાણી કરી છે.
ફર્સ્ટ મન્ડેમાં ‘બ્રહ્માસ્ત્ર’એ ‘ભુલભુલૈયા 2’ તથા ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કરતાં વધુ કમાણી કરી છે.’બ્રહ્માસ્ત્ર’ બોલિવૂડની હાઇએસ્ટ નોન-હોલિડે ગ્રોસર ફિલ્મ બની છે. ફિલ્મે ઓપનિંગ વીકેન્ડમાં 225 કરોડની કમાણી કરી છે. આલિયાએ સો.મીડિયામાં ચાહકોનો આભાર માન્યો હતો.
2022માં બોલિવૂડ માટે સૌથી વધુ કમાણી કરનારો સોમવાર રહ્યો છે. ‘બ્રહ્માસ્ત્ર’ના હિંદી વર્ઝને 15.10 કરોડની કમાણી કરી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ ફર્સ્ટ મન્ડે 15.05 કરોડની કમાણી કરી હતી. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે 3 કરોડની આસપાસ કમાણી કરી હતી. જોકે વર્ડ ઑફ માઉથને કારણે ફિલ્મની કમાણીમાં વધારો થયો હતો.
2022માં હિટ બોલિવૂડ ફિલ્મનું મન્ડે કલેક્શન
બ્રહ્માસ્ત્ર: 15.10 કરોડ
ધ કાશ્મીર ફાઇલ્સઃ 15.05 કરોડ
ભુલભુલૈયા 2 : 10.75 કરોડ
જુગ જુગ જિયોઃ 4.82 કરોડ
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ વર્ષની અત્યારસુધીની સૌથી વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મ છે. ફિલ્મનું લાઇફટાઇમ કલેક્શન 252 કરોડ રૂપિયા છે. હવે ‘બ્રહ્માસ્ત્ર’ આ રેકોર્ડ તોડી શકે છે કે નહીં એ જોવું રસપ્રદ રહેશે. ‘બ્રહ્માસ્ત્ર’એ અત્યારસુધીમાં ભારતમાં 140 કરોડની કમાણી કરી છે.