ભારત

આ મેળો 129 વર્ષથી ભરાય છે અને લોકોનું મનોરંજન કરે છે , આ વર્ષે શરૂ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં…જુઓ અહી

આ મેળો 129 વર્ષથી ભરાય છે અને લોકોનું મનોરંજન કરે છે , આ વર્ષે શરૂ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં…જુઓ અહી,મોટા યક્ષના ભાતીગળ લોકમેળો જિલ્લાનો સૌથી મોટો મેળો છે. યક્ષ મેળાનું અનેરું મહત્વ છે. 129 વર્ષ જૂનો આ પરંપરાગત મેળો છે. જૂના સમયમાં જ્યારે સોશિયલ મીડિયા નહોતું. ટાંચા સાધનો હતા.

કચ્છ જિલ્લાનો સૌથી મોટો તેમજ મીની તરણેતરના મેળા તરીકે જેની ગણના થાય છે તે મોટા યક્ષના ભાતીગળ લોકમેળાને સાંસદ વિનોદ ચાવડાએ રિબીન કાપી ખુલ્લો મૂક્યો હતો. આ સાથે જ મોટા યક્ષના મેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે. 17 એકરમાં આયોજિત મેળામાં 700 થી પણ વધુ વિવિધ સ્ટોલ ઊભા કરાયા છે તો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને હોમગાર્ડના 250 કર્મચારીઓ પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

મોટા યક્ષના ભાતીગળ લોકમેળો જિલ્લાનો સૌથી મોટો મેળો છે. યક્ષ મેળાનું અનેરું મહત્વ છે. 129 વર્ષ જૂનો આ પરંપરાગત મેળો છે. જૂના સમયમાં જ્યારે સોશિયલ મીડિયા નહોતું. ટાંચા સાધનો હતા. ત્યારે નાના-મોટા વેપારીઓ મેળામાં આવતા આજે પણ આવ છે. ત્યારે હજારો લોકોને રોજગારી પ્રાપ્ત કરવાનું આ મેળો સાધન છે. આ મેળાનું આકર્ષણ આજે પણ અકબંધ છે મેળામાં માર્કેટિંગ થાય છે તે એક પ્રકારની આત્મનિર્ભરતા દર્શાવે છે.

કચ્છનો આ મેળો મીની તરણેતરના મેળા તરીકે ઓળખાય છે. 4 દિવસ માટે આ મેળો ખુલ્લો મુકાયો છે. આ મેળામાં કચ્છ અને બૃહદ કચ્છનાં લોકો પણ આવે છે. 4 દિવસીય મેળામાં મનોરંજન તેમજ દરેક જાતની વસ્તુઓનાં સ્ટોલ ચગડોળ સહિતનાં સાધનો હોય છે. આજુબાજુના ગામડાંમાંથી લોકો અહીં યક્ષ દેવની (ખીર મીઠા ભાત) પહેડી પણ કરે છે. તો આ લોકો અહીં યક્ષ બૌતેરા પર અનન્ય શ્રદ્ધા ધરાવે છે. લગ્ન થયેલા નવા જોડલા હોય કે નાનું બાળક અહીં અચૂક શીશ ઝુકાવે છે. સદીઓ પુરાણો આ મંદિરનો ઈતિહાસ છે.

કચ્છમાં આ મોટા મેળામાં કેટલાયે લોકો બહારથી પણ આવતા હોય છે. આ મેળામાં 700 થી પણ વધુ વિવિધ સ્ટોલ ઊભા કરાયા છે. 17 એકરમાં ફેલાયેલો આ મેળો કચ્છનો સૌથી મોટો મેળો છે. મેળામાં કટલેરી, ખાણી-પીણી, ચકડોળ, ઇલેક્ટ્રીક સાધનો, ખેત ઓજારો, રેડીમેડ કપડાં, સર્કસ સહીતની નાની મોટા બજારો- સહેલાણીઓ માટે પાણી, આરોગ્ય, ફાયરબિગ્રેડ અને એસટીની વ્યવસ્થા 24 કલાક સુધી ઉપલબ્ધ કરવામાં આવી છે. મેળામાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 250 કર્મચારીઓ સાથેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ભાતીગળ ઈતિહાસ ધરાવતા મેળામાં 8 થી 10 લાખ લોકો ઉમટે એવી આશા વ્યક્ત કરાઈ છે.

મોટા યક્ષના ઇતિહાસ વિશે ભુવા કરશનભાઈ નથુએ જણાવ્યું હતું કે, યક્ષદેવના મંદિરો ભારત સહિત દેશ વિદેશમાં પણ તેમનું પ્રાગટ્ય છે. શાસ્ત્રોમાં પણ યક્ષ દેવના ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે. તો સવારે ભીખુ ઋષિના મંદિરે હવન, પહેડી ધ્વજારોહણ બાદ મોટા યક્ષ દેવોના મંદિરે ધ્વજારોહણ, દેવોને આભૂષણ ચડાવવા પહેડી યોજાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *