બૉલીવુડ

સલમાન ભાઈને મળવા આવ્યા જૈન ધર્મના મુનિ , જેમણે 180 દિવસનું રૂપવાસ કર્યું હતું અને પછી મળવા આવ્યા…જુઓ અહી

સલમાન ભાઈને મળવા આવ્યા જૈન ધર્મના મુનિ , જેમણે 180 દિવસનું રૂપવાસ કર્યું હતું અને પછી મળવા આવ્યા…જુઓ અહી,બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દરેક ધર્મમાં માને છે. હાલમાં જ સલમાન ખાન જૈન મુનિ આચાર્ય વિજય હંસરત્નસુરીને મળવા ગયો હતો. જૈન મુનિના ફોલોઅર્સના મતે, છેલ્લા બે દાયકામાં આચાર્યે 12 વર્ષ ઉપવાસમાં કાઢ્યા છે.

આચાર્ય વિજય હંસરત્નુસરી જાણીતા જૈન આચાર્ય છે. તેમના 180 દિવસના ઉપવાસ પૂરા થતાં સલમાન ખાન મળવા આવ્યો હતો. તેમણે છઠ્ઠીવાર 180 દિવસના ઉપવાસ રાખ્યા હતા. આ જ કારણે સલમાન જૈન મુનિને મળવા ગયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુલાકાત દરમિયાન જૈન મુનિએ સલમાન ખાનને જૈન ધર્મના વિવિધ પાસાઓ અંગે વાત કરી હતી. આચાર્ય વિજય હંસરત્નસુરીએ રવિવાર, 11 સપ્ટેમ્બરના રોજ પોતાના ઉપવાસ છોડ્યા હતા.

સલમાન ખાન ‘બિગ બોસ’ની 16મી સિઝન અંગે ઉત્સુક છે. આ સિઝન પણ સલમાન ખાન હોસ્ટ કરશે. આ સિઝનની થીમ એક્વા હોવાનું માનવામાં આવે છે. હાલમાં જ ‘બિગ બોસ’ના ઘરની તસવીરો લીક થઈ હતી.

સલમાન ખાન ‘ટાઇગર 3’, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં કામ કરી રહ્યો છે. નોંધનીય છે કે સલમાન 26 ઓગસ્ટ, 1988માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાનનો રોલ નાનો હતો, પરંતુ એક વર્ષ બાદ 1989માં સલમાન હીરો તરીકે ‘મૈંને પ્યાર કિયા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે પ્રેમનો રોલ પ્લે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *