ગુજરાત

પ્રિન્સિપાલે વિદ્યાર્થિની સાથે એક વાર નહિ પરંતુ ત્રણ વાર દુષ્કર્મ આદર્યું , સીસીટીવી કેમેરા બંધ કરીને કર્યું દુષ્કર્મ…

પ્રિન્સિપાલે વિદ્યાર્થિની સાથે એક વાર નહિ પરંતુ ત્રણ વાર દુષ્કર્મ આદર્યું , સીસીટીવી કેમેરા બંધ કરીને કર્યું દુષ્કર્મ…,ભરૂચની સ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી ઍક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનાં આચાર્ય રણજીત પરમાર વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાની શિક્ષણ જગતને સમસાર કરતી ઘટના બહાર આવી છે.

શહેરમાં ગુરૂ શિષ્યનો સંબંધ લજવાયો છે. ધોરણ 9 માં અભ્યાસ કરતી માસૂમ વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકી આપી આચાર્ય હેવાન બનીને દેહ ચુંથતો રહ્યો હતો. હાલ સમગ્ર પંથકમાં નરાધમ એવા આચાર્ય રણજીત પરમાર સામે ઘૃણા અને ક્રોધ ભભૂકી ઉઠ્યો છે. બીજી બાજુ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભરૂચની સ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી ઍક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનાં આચાર્ય રણજીત પરમાર વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાની શિક્ષણ જગતને સમસાર કરતી ઘટના બહાર આવી છે.

માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી. માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી.ગત 30 ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યા બાદ ડરી ગયેલી છાત્રાએ શાળાએ જવાનું પણ બંધ કર્યું હતું.

તેવામાં 10 સપ્ટેમ્બરનાં રોજ આચાર્ય રણજીત પરમાર દ્વારા શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની કેબિનમાથી ગભરાઈને બહાર દોડી આવી હતી. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, નરાધમ આચાર્ય રણજીત પરમાર CCTV કેમેરા બંધ કરી દુષ્કર્મ ગુજારતો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ તેની બહેનને જાણ કરતા સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટનાને લઈને પીડિતાની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર અને પોકસોની કલમો હેઠળ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *