રાણી એલિઝાબેથના મૃત્યુ બાદ તેમની સાહી 10 લાખ મધુમાખીને કહેવામાં આવ્યું કે હવેથી તમારા રાજા ચાર્લ્સ છે…જુઓ અહી,બ્રિટનની મહારાણી એલિઝાબેથનાં અવસાન પછી નવા રાજા તરીકે કિંગ ચાર્લ્સ-III છે, જે રાણી જેટલા જ સારા છે! ખરેખર આવો સંદેશ શાહી પરિવારની 10 લાખથી વધુ મધમાખીઓને આપવામાં આવ્યો છે. જેથી તેઓ નવા રાજા સાથે સારો વ્યવહાર કરે અને મધ બનાવવાનું બંધ ન કરે.
વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે, જો રાજા કે રાણી બદલાયાની જાણકારી આ મધમાખીઓને ન આપવામાં આવે તો તેઓ ગુસ્સે થઈ જાય છે અને મધ બનાવવાનું બંધ કરી દે છે, અથવા પોતાનો મધપૂડો છોડી દે છે અથવા મરી જાય છે. આથી સદીઓથી ચાલતી પરંપરા અનુસાર બંકિંગહામ અને ક્લેરેન્સ હાઉસમાં મધમાખીઓની સંભાળ લેનાર (રોયલ બી કિપરે) મધમાખી સુધી આ સંદેશો પહોંચાડવાનો હોય છે.
આ પરંપરા ઈંગ્લેન્ડમાં સદીઓથી ચાલી રહી છે. સત્તાવાર રીતે મહેલમાં મધમાખીઓની સંભાળ રાખનાર 79 વર્ષીય જ્હોન ચેપલ અને તેમની પત્ની કેથે જણાવ્યું કે તેમને મધમાખી ઉછેરવાનો શોખ છે. આના કારણે તેઓએ શાહી મહેલોમાં નોકરી કરી. જ્હોન જણાવે છે શાહી મહેલના બોક્સમાં ઉછેરવામાં આવતી મધમાખીઓના મધપૂડાને હળવેથી ટેપ કરવામાં આવે છે અને પછી તેમને સંદેશ આપવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે તેમને બંકિંગહામ પેલેસના મુખ્ય માળીએ તેમને ઈ-મેલ કર્યો અને મધમાખીઓ વિશે વાત કરવાનું જણાવ્યું હતું. તેમણે વિચાર્યું કે કદાચ મધમાખીઓની કોઈ સમસ્યા હશે, પરંતુ ત્યાં જઈ તેમને ખબર પડી તે તેઓ મધમાખીઓને રાખવા માંગે છે એટલે મધમાખીઓની સંભાળ લેવાની જવાબદારી તેમને સોંપવા માગે છે.
જ્હોને જણાવ્યું કે તેઓ 30 વર્ષથી વધુ સમયથી શાહી પરિવારની મધમાખીઓની સંભાળ રાખે છે. શાહી પરિવારની મધમાખીઓને સંદેશ આપવા માટે, તેમની પેટીને કાળા કપડામાં બાંધવામાં આવે છે અને પછી ધીમા અવાજે દરેક પેટીમાં જઈ સંદેશ આપવામાં આવે છે.