સુરતના એડવોકેટ મેહુલ ભોઘરા પર હુમલા બાદ હથિયારની પરવાનગી માંગી , પોતાની સુરક્ષા માટે હથિયાર રાખવાની માંગી પરવાનગી…,ટીઆરબી જવાનો દ્વારા ઉઘરાવવામાં આવતા રૂપિયાને સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરનાર મેહુલ બોઘરા ઉપર થોડા દિવસો અગાઉ કરવામાં આવ્યો હતો.
વારંવાર સોશિયલ મીડિયા ઉપર ટ્રાફિક પોલીસ અને તેમના મળતિયા દ્વારા કરવામાં આવતા હપ્તાખોરી ઉજાગર કરવામાં આવી રહી છે. જેને કારણે એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલા પણ થઈ ચૂક્યા છે. જેથી સ્વબચાવવા માટે હથિયારની માગણી પોલીસ કમિશનર પાસે કરવામાં આવી છે.
થોડા દિવસ અગાઉ જ એડવોકેટ મેહુલ બોઘરા ઉપર ટીઆરબી જવાન લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી હતી. એ પહેલા પણ તેના પર હુમલો થતા રહ્યા છે અને ધાક ધમકી આપવામાં આવતી હોય છે. એવી સ્થિતિમાં સ્વબચાવ માટે પોતાની પાસે હથિયાર હોય તે જરૂરી છે.
પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરી હથિયાર માટેની પરવાનગીની માગ કરી છે.એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવ્યું કે મારા ઉપર જે રીતે હુમલો થયો છે અને ભૂતકાળમાં પણ ઘણી વખત ધાક ધમકી આપવામાં આવી છે. હું જે રીતે સોશિયલ મુદ્દાઓને ઉઠાવતા રહું છું અને સોશિયલ મીડિયામાં ટ્રાફિક પોલીસની હપ્તાખોરી જેવા મુદ્દાઓને લોકો સુધી પહોંચાડતો રહું છું.
આવી સ્થિતિમાં મારા ઉપર હુમલો થઈ શકે તેવી પણ શક્યતા છે. તેથી મારા સ્વબચાવ માટે પોલીસ કમિશનરને અરજી કરી હથિયારની પરવાનગી માટે માગ કરી છે. 30થી 35 દિવસની પ્રક્રિયા બાદ મને હથિયાર મળે તેવી આશા છે.