રાણી એલિઝાબેથ ના મૃત્યુ બાદ ટ્વીટર પર એકજ વાત ચર્ચાઈ રહી છે , લોકો કોહિનૂર પરત આપવાની માંગી રહ્યા છે…જુઓ અહી,બ્રિટનના શાહી તાજમાં કોહિનૂર ઉપરાંત અનેક કીમતી અને દુર્લભ હીરા, રત્નો જડેલા છે. પંજાબ પર અંગ્રેજોના સકંજા બાદ આ હીરાને 1849માં બ્રિટનની તત્કાલીન રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો. કોહિનૂર હીરો 105.6 કેરેટનો છે. એને વિશ્વનો સૌથી મોટો હીરો ગણવામાં આવે છે.
બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી સિંહાસન સંભાળનારાં રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે અવસાન થયું હતું. 96 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. બ્રિટિશ શાહી પરંપરા અનુસાર, રાણીના મૃત્યુ પછી તેમના મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનનો રાજા જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ લોકોએ રાણી એલિઝાબેથ દ્વિતીયના તાજમાં જડેલા કીમતી કોહિનૂર હીરા વિશે ઉત્સુકતા ધરાવી છે.
સવાલ એ છે કે રાણીના મૃત્યુ પછી એ કોહિનૂર હીરાનું શું થશે? એ કોને સોંપવામાં આવશે? કોહિનૂર હીરાની ઉત્સુકતા વચ્ચે રાણીના મૃત્યુ પછી તરત જ એ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો.અહેવાલો અનુસાર, રાણીના મૃત્યુ પછી બ્રિટનના રાજા બનેલા રાજા ચાર્લસ ત્રીજાની પત્ની ડચેસ ઓફ કોર્નવોલ((Duchess of Cornwall)કેમિલાને સોંપવામાં આવશે.
ડચેસ ઓફ કોર્નવોલ હવે ક્વીન કોન્સોર્ટ(QUEEN CONSORT)તરીકે ઓળખાશે. કેમિલાને કોહિનૂરથી જડેલો તાજ આપવામાં આવશે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયએ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે કેમિલાને ક્વીન કોન્સોર્ટ તરીકે ઓળખવામાં આવશે, પરંતુ તેની પાસે કોઈ બંધારણીય સત્તા રહેશે નહીં. રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમયે કેમિલા આ કોહિનૂર પહેરેલી જોવા મળે એવી શક્યતાઓ રહેલી છે.
કોહિનૂર હીરો 105.6 કેરેટનો છે. એને વિશ્વનો સૌથી મોટો હીરા ગણવામાં આવે છે. કહેવાય છે કે આ હીરો 14મી સદીમાં આંધ્રપ્રદેશની ખાણમાંથી મળ્યો હતો, પરંતુ પંજાબ પર અંગ્રેજોના કબજા બાદ આ હીરાને 1849માં બ્રિટનની તત્કાલીન રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો. બાદમાં આ કોહિનૂરને શાહી તાજમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો.
બ્રિટનના આ શાહી તાજમાં કોહિનૂર ઉપરાંત અનેક કીમતી અને દુર્લભ હીરા, રત્નો જડેલા છે. ત્યારથી કોહિનૂર બ્રિટનના શાહી તાજમાં જડિત છે. જોકે ભારત સહિત ચાર દેશ કોહિનૂર પર દાવો કરે છે. બ્રિટનમાં લાંબા સમય સુધી શાસન સંભાળનાર રાણી એલિઝાબેથનું નામ અને ઉંમરને આધુનિક એલિઝાબેથ યુગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ ફરી એકવાર કોહિનૂર ભારતને પરત કરવાની માગ ઊઠી છે. તમને જણાવી દઈએ કે વિશ્વના ઘણા દુર્લભ અને કીમતી હીરા અને રત્નો રાણીના તાજમાં જડેલા છે, જેમાં કોહિનૂર અને આફ્રિકાનો દુર્લભ હીરો ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકાનો પણ સમાવેશ થાય છે. એની કિંમત $400 મિલિયન આંકવામાં આવી છે. એવી જ રીતે આફ્રિકાએ પણ બ્રિટનના શાહી તાજમાં જડેલા તેના કીમતી હીરા ગ્રેટ સ્ટારને પરત કરવાની માગણી કરી છે, .