ગુજરાતના EWS કેટેગરીમાં આવતા આ વિદ્યાર્થીએ ગજબ કર્યું , NEET UG ના રિઝલ્ટમાં આખા ભારતમાં બીજો રેન્ક મેળવ્યો…,નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ નીટ મેઈન પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સના જાદવ વરદ વૈભવભાઈ 700 માર્ક્સ મેળવીને સમગ્ર ભારતમાં EWS કેટેગેરીમાં બીજો રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.
આ ઉપરાંત અન્ય વિદ્યાર્થી જેમીષ અશોકભાઈ લાદુમોર વિધાર્થીએ 680 માર્ક્સ મેળવીને સમગ્ર ભારતમાં સુરતનું નામ રોશન કર્યું હતું.મેડિકલ શિક્ષણ માટેના પ્રવેશની પરીક્ષાનું પરિણામ અવતાની સાથે સુરતનું નામ ફરીથી એક વાર ચર્ચામાં આવ્યું છે. જાદવ વરદ સહિતના વિદ્યાર્થીઓએ સફળતા મેળવતા સુરતના શિક્ષણ જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં સતત શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પણ પોતાની કારકિર્દી ઘડવા માટે ખૂબ જ ગંભીર બન્યા છે. જે પ્રકારનું પરિણામ આવ્યું છે તેના પરથી એક વાતો ચોક્કસ છે કે વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક કારકિર્દીને લઈને ખૂબ જ સજાગ થઈ રહ્યા છે.
વરદ જાદવે જણાવ્યું કે શરૂઆતથી જ મને મેડિકલ શિક્ષણ તરફ ખૂબ આકર્ષણ હતું અને મારે આ જ ક્ષેત્રની અંદર પોતાની શૈક્ષણિક કારકિર્દી પણ ઘડવાની ઈચ્છા હતી. નીટની પરીક્ષા માટે મેં સતત તૈયારી કરતો રહ્યો છું. નિયમિત રીતે અભ્યાસ કરવો અને સખત પરિશ્રમ કરતા રહેવું એ મારું માનવું છે. શાળાના શિક્ષકોએ એકંદરે અમારા તરફ પૂરતું ધ્યાન આપ્યું હતું.
તેના કારણે અમે આ સફળતા મેળવી શક્યા છે. પરિવારનું મોરલ સપોર્ટ એ સૌથી મોટું બુસ્ટ રહ્યું છે. પરિવારે ક્યારેય પણ વધારે માર્ક્સ લાવવા માટે દબાણ કર્યું નથી. માત્ર સતત અભ્યાસ કરવા માટે અને પરિશ્રમ કરવા માટે તેઓ કહેતા રહેતા હતા.નીટના પરિણામમાં નીતાંતનો શહેરમાં પ્રથમ ક્રમ આવ્યો છે.
નીતાંત જોશીએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 32મો ક્રમ મેળવ્યો છે. જ્યારે કેળવીને ઓલ ઇન્ડિયામાં 120મો ક્રમ મળ્યો છે. એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની આકરી મહેનતનું આ પરિણામ આવ્યું છે. નીતાંતે જણાવ્યું હતું કે, પોતાના ઉપર વિશ્વાસ રાખ્યો અને શિક્ષકોના માર્ગદર્શનમાં તૈયારી કરી હતી. જેના કારણે આ પરિણામ મળ્યું છે. રોજની ચારથી પાંચ કલાકની તૈયારી અને MCQ સોલ્વ કરવાથી સફળતા મળી શકે છે.