ગુજરાત

જૂનાગઢની કસ્તુરબા બાલિકા સ્કૂલમાં મોટી બેદરકારી , સવારના નાસ્તા બાદ 25 બાલિકાને ફૂડપોઇસનિંગ નોંધવામાં આવી…

જૂનાગઢની કસ્તુરબા બાલિકા સ્કૂલમાં મોટી બેદરકારી , સવારના નાસ્તા બાદ 25 બાલિકાને ફૂડપોઇસનિંગ નોંધવામાં આવી…,મેંદરડા તાલુકાના સમઢીયાળા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 100 જેટલી બાલિકાઓ રહે છે. જેમાં તમામ બાલિકાઓએ સવારનો નાસ્તો આરોગ્ય બાદ 100 માંથી 27 જેટલી છોકરીઓને ફુડપોઈઝિંગની અસર થતા વોડૅન હેતલબેન દ્વારા તમામ છોકરીઓને મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

મેંદરડાના સમઢિયાળા ગામે 25 વધુ બાળાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. કસતુરબા ગાંધી બાલિકા સ્કૂલમાં સવારનો નાસ્તો કર્યા બાદ આશરે 25 જેટલી બાલિકાઓને ફુડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. ફૂડ પોઈઝનિંગ અસર થતા તાત્કાલિક બાળાઓને મેંદરડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 90 થી 100 જેટલી વિદ્યાર્થીનીઓ આ હોસ્ટેલમાં રહે છે. આ વિદ્યાલયમાં જે વાસી અખાદ્ય ફૂડ આરોગ્યા બાદ 25 જેટલી બાલિકાઓને અસર થઈ હતી.મેંદરડા તાલુકાના સમઢીયાળા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 100 જેટલી બાલિકાઓ રહે છે.

જેમાં તમામ બાલિકાઓએ સવારનો નાસ્તો આરોગ્ય બાદ 100 માંથી 27 જેટલી છોકરીઓને ફુડપોઈઝિંગની અસર થતા વોડૅન હેતલબેન દ્વારા તમામ છોકરીઓને મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને સ્ટાફ દ્વારા તાબડતોડ સારવાર કરવામાં આવતા હાલ તમામ બાળકીઓ સુરક્ષિત હોવાની માહિતી મળી છે.

આ બનાવની જાણ થતા સમઢીયાળાના સરપંચ ચિરાગભાઈ રાજાણી, મેંદરડા તાલુકા પ્રમુખ રૂપલબેન રાજાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી વાલીઓ, આગેવાનો, ગ્રામજનો સહિતનાઓને જાણ થતા તાબડતોડ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *