ટ્રમ્પના ઘરમાંથી અંગત તસવીરો મળી આવી , જે FBI પોતાની સાથે લઈ ગઈ…જુઓ અહી,અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે FBIના દરોડા સાથે જોડાયેલો નવો ડ્રામા સામે આવ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું નામ પણ આ મામલે જોડાયું છે. એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પનો દાવો છે કે તેમના બંગલામાંથી તપાસ એજન્સીએ જે ખાનગી દસ્તાવેજો જપ્ત કર્યા છે.
તેમાં મેક્રોનના અંગત જીવનથી જોડાયેલી તસવીરો તેમજ જાણકારીઓ પણ સામેલ છે.વાસ્તવમાં, ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેમણે મેક્રોનના અંગત જીવનની જાણકારી ગુપ્તચર એજન્સી મારફતે હાંસલ કરી હતી.
દાવો છે કે ગત મહિને એફબીઆઇને તેની સાથે જોડાયેલી ફાઇલો ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત માર-એ-લાગો બંગલામાં રેડ દરમિયાન મળી હતી. તેમાંથી એક ફાઇલ એ પણ છે જેના પર ‘ઇન્ફો રી:પ્રેસિડેન્ટ ઑફ ફ્રાન્સ’નું લેબલ લાગેલું છે.ટ્રમ્પના દાવા અનુસાર આ તે જ ફાઇલો છે જેમાં મેક્રોનના અંગત જીવનની એકાંત પળોથી જોડાયેલી જાણકારી છે.
રિપોર્ટ અનુસાર મેક્રોનની ફાઇલોનો રિપોર્ટ આવતા જ ફ્રાન્સની ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઇ ચૂકી છે અને ગમે તેમ કરીને તે જાણકારી પાછી મેળવવા માટે સક્રિય થઇ છે.ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે સુમેળભર્યા સંબંધો હતા. બંને અનેકવાર મંચ પર હસ્તધનૂન કરતા જોવા મળ્યા હતા.
પરંતુ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મેક્રોને અમેરિકન નીતિઓની ટીકા કરી હતી ત્યારબાદથી બંને વચ્ચે સંબંધોમાં કડવાશ આવી હતી. એક વર્ષ બાદ નાટો એલાયંસને બ્રેન ડેડ કહેવા પર ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિને ખૂબ જ ખરાબ વ્યક્તિ ગણાવી હતી.