મનોરંજન

અનુપમા શોનો વધુ એક મોટા ઍક્ટરએ સાથ છોડ્યો જાણો શું છે કારણ…

અનુપમા શોનો વધુ એક મોટા ઍક્ટરએ સાથ છોડ્યો જાણો શું છે કારણ…,લોકપ્રિય ટીવી સિરિયલ ‘અનુપમા’ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. થોડાં દિવસ પહેલાં પારસ કલનાવતે આ શો છોડ્યો હતો. તેણે ‘ઝલક દિખલા જા 10’ માટે આ શો છોડી દીધો હતો. હવે વધુ એક એક્ટરે આ શો છોડ્યો છે.

જુલાઈ, 2022માં પારસ કલનાવત આ સિરિયલમાંથી નીકળી ગયો હતો. પારસના ગયાના મહિના બાદ જ એક્ટ્રેસ અલમા હુસૈને પણ શોને અલવિદા કહ્યું છે. અલમા આ શોમાં સારા કાપડિયાનું પાત્ર ભજવતી હતી.એક ઇન્ટરવ્યૂમાં અલમાએ કહ્યું હતું કે તેણે આ વર્ષે મેમાં આ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

તે આ શોમાં કામ કરીને ઘણી જ ખુશ હતી. જોકે, પછી તેને એ વાતનો અહેસાસ થયો કે તેનો ટ્રેક ક્યાંય આગળ વધતો જ નથી. તે એક્ટર તરીકે ગ્રો કરતી નથી. તે ઇન્ડસ્ટ્રીમાં ઘણી જ નવી છે. તે ઘણું બધું શીખવા માગે છે. જોકે, અહીંયા એવો કોઈ જ સ્કોપ નહોતો. થોડાં મહિનામાં સિરિયલમાં ઘણાં જ ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ આવ્યા, પરંતુ તેનું પાત્ર જ્યાં હતું ત્યાં જ રહ્યું. પારસ કલનાવતના જવાથી મેકર્સ સારા તથા સમરનો લવ ટ્રેક પણ શરૂ કરી શક્યા નહીં.

અલમાએ આગળ કહ્યું હતું કે તે માત્ર પાછળ ઊભા રહેવા તૈયાર નથી. તેણે કંઈક અલગ કામ કરવું હતું. તેથી જ તેણે સિરિયલના પ્રોડ્યૂસર રાજન શાહી સાથે આ અંગે વાત કરી હતી. તેઓ પણ તેની વાત સાથે સંમત હતા. આ નિર્ણય પરસ્પર સહમતીથી લેવામાં આવ્યો છે. હવે શોમાં સારાને વધુ અભ્યાસ માટે અમેરિકા મોકલી દેવામાં આવશે. તે ખુશ છે કે પ્રોડ્યૂસરે તેની વાત સમજી. હવે તે આ શોનો ભાગ નથી.

અલમાએ છેલ્લે એમ કહ્યું હતું કે હવે તે નવા પ્રોજેક્ટ્સમાં કામ કરશે, પરંતુ જો ‘અનુપમા’માં તેના પાત્રને બિલ્ડઅપ કરવામાં આવશે તો તે જરૂરથી કમ-બેક કરશે. મેકર્સે પણ તેને વચન આપ્યું છે કે બધું જો વ્યવસ્થિત થયું તો શોમાં સારાને ભારત પરત બોલાવવામાં આવશે.

પારસ આ શોમાં અનુપમા (રૂપાલી ગાંગુલી)ના નાના દીકરા સમર શાહનું પાત્ર ભજવતો હતો. સિરિયલ છોડ્યા બાદ તેણે કહ્યું હતું, ‘સિરિયલમાં તેના સીન્સ કટ કરી દેવામાં આવ્યા હતા. તેના વિશે ખરાબ ને ખોટી વાતો કરવામાં આવી હતી. લોકો તેના વિશે ગોસિપ કરતા હતા. તેઓ એવું કહેતા કે તેણે ધમકી આપી છે અને તે તેમના વિશે વાતો કરે છે.

તે આવું કંઈ જ કરતો નથી. નવાઈની વાત એ હતી કે સિનિયર કલાકારો તેના વિશે આવી વાતો કરતા હતા. સિનિયર જ્યારે આવી વાતો કરે તો મેકર્સ સિનિયરની વાતો જ માને એ સમજી શકાય એવી બાબત છે. આસપાસના નેગેટિવ માહોલ બાદ તે આધ્યાત્મિક તરફ વળ્યો હતો.’

ટીવી સિરિયલ ‘અનુપમા’માં નંદિનીનો રોલ પ્લે કરીને જાણીતી બનેલી એક્ટ્રેસ અનઘા ભોસલેએ આ વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે તે એક્ટિંગમાંથી બ્રેક લેશે. અનઘાએ કહ્યું હતું કે તેણે શો છોડવાની સાથે સાથે એક્ટિંગ કરિયરને પણ અલવિદા કહ્યું છે. રાજકારણ, ગંદી સ્પર્ધા, સતત સારા દેખાવવાનું તથા હંમેશાં પાતળા જ રહેવાનું અને સો.મીડિયામાં નિયમિત રીતે પોસ્ટ કરવાનું દબાણ રહેતું હતું. જો તમે આવું ના કરો તો તમે પાછળ મૂકાઈ જાવ. આ બધી બાબતો તેને પસંદ નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *