સ્વાસ્થ્ય મંત્રીએ કરી મોટી જાહેરાત, 1 મહિનામાં જ તમામ તાલુકામાં શરૂ કરાશે ની:શુલ્ક….,દેશ અને ગુજરાતમાં કિડનીના રોગોનું પ્રમાણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે વધતી કિડની ફેલ્યોરની સમસ્યામાં ડાયાલિસિસની જરૂરિયાત પણ વધી રહીં છે
એવામાં અમદાવાદ સિવિલ કેમ્પસ ખાતેના અંગદાનના એક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાલિસિસિ અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે આગામી એક મહિનામાં રાજ્યના તમામ તાલુકાઓમાં દર્દી ડાયાલિસિસ કરાવી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા જઇ રહ્યાં છે.
હાલ 160 જેટલા તાલુકાઓમાં ડાયાલિસિસ સેન્ટર નથી જેથી આ કામ આગામી ટૂંક જ સમયમાં પૂર્ણ થાય તે તરફ રાજ્ય સરકાર આગળ વધી રહીં છે
કિડની સંબંધિત રોગોથી ધીમેધીમે બંન્ને કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો અથવા કિડની કામ કરતી બંધ થઇ જાય. ગુજરાત રાજ્યમાં અંગદાનનું મહત્વ ધીમે ધીમે વધી રહ્યું છે
ત્યારે અમદાવાદ ખાતે અંગદાન કરનાર વ્યક્તિઓનો ઋણ સ્વીકાર કરી તેમના પરિવારોનું સન્માન કરવાનો કાર્યક્રમ અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા માં શારદા લક્ષ્મી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યાં હતા. સ્વાસ્થ્ય મંત્રીએ કરી મોટી જાહેરાત, 1 મહિનામાં જ તમામ તાલુકામાં શરૂ કરાશે ની:શુલ્ક….