વર્લ્ડ ની બીજી સૌથી મોંઘી સીરીઝમાં કામ કરી રહી છે પ્રિયંકા ચોપરા , ઇન્ડિયાની દેશી ગર્લ વિદેશમાં ધૂમ મચાવી રહી છે…જુઓ તસવીરો,બોલિવૂડની ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા બોલિવૂડની સાથે-સાથે હોલિવૂડમાં પણ એક્ટિવ છે. પ્રિયંકા વેબ સિરીઝ ‘સિટાડેલ’ માં જોવા મળશે. આ વેબ સિરીઝમાં પ્રિયંકા રિચાર્ડ મેડેન સાથે કામ કરશે. પરંતુ આ વેબ સિરીઝને લઈને હાલમાં જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
પ્રિયંકા અને રિચર્ડની આ વેબ સીરીઝ એમેઝોન પ્રાઇમની બીજી સૌથી મોંઘી વેબ સીરીઝ બનવા જઈ રહી છે. આ સીરીઝનું બજેટ 200 મિલિયન ડોલર એટલે કે લગભગ 2 હજાર કરોડ સુધી પહોંચી ગયું છે.રુસો બ્રધર્સ અને પેટ્રિક મોરન દ્વારા નિર્મિત એમેઝોન પ્રાઇમની આ સિરીઝનો એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ સિરીઝની અડધી ક્રિએટિવ ટીમ બહાર થઇ ગઈ છે.
અને આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે આ સિરીઝનું શૂટિંગ મોટા પ્રમાણમાં પૂર્ણ થયું છે. આ કારણોસર હવે ‘સિટાડેલ’નું શૂટિંગ ફરી એકવાર કરવામાં આવશે, જેના કારણે સિરીઝનું બજેટ આપોઆપ બમણું થઈ જશે.રિપોર્ટ અનુસાર, ‘સિટાડેલ’ના પહેલા આ ફિલ્મનું બજેટ 160 મિલિયન ડોલર હતું.
પરંતુ હવે ફરી એકવાર શૂટ કરવા માટે જેના કારણે તેનું બજેટ 75 મિલિયન ડોલર વધી ગયું છે. જેના કારણે તેનું બજેટ 200 મિલિયન ડોલરને વટાવી ગયું છે.અમેઝોનની પ્રથમ સૌથી મોંઘી સિરીઝ ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ – ધ રિંગ્સ ઓફ પાવર’ છે. જેના બે એપિસોડ રિલીઝ થઇ ચુક્યા છે. વર્ષ 2021માં શુટીંગ તો શરૂ કર્યું પરંતુ રુસો બ્રધર્સે એમેઝોન સિરીઝમાં તેમના બાકીના પ્રોજેક્ટ્સને કારણે મોડી એન્ટ્રી કરી હતી.
વાઇરલ તસવીરોમાં જોઈ શકાય છે કે પ્રિયંકા ચોપરા બ્લેક અને સિલ્વર કલરના કોસ્ચ્યુમમાં જોવા મળી રહી છે. રિચર્ડ ઘેરા લીલા રંગના કોસ્ચ્યુમમાં જોવા મળે છે. પ્રિયંકા અને રિચર્ડ બંને દોરડાની મદદથી હવામાં લટકી રહ્યાં છે.તસવીરો પરથી લાગે છે કે રિચર્ડ પ્રિયંકાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.જો કે, હવામાં ઉડવું એ પણ બતાવી રહ્યું છે કે પ્રિયંકાની ભૂમિકા ખૂબ જ દમદાર બનવાની છે.તે એક્શન કરતી જોવા મળશે.
આ વેબ સિરીઝનું શૂટિંગ ઈંગ્લેન્ડમાં ચાલી રહ્યું છે જ્યાંથી સોશિયલ મીડિયા પર તસવીરો લીક થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં જ્યારે પ્રિયંકા ચોપરાએ આ સીરિઝનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે તે સોશિયલ મીડિયા પર અપડેટ્સ આપે છે. હાલમાં જ ઇજાના નિશાન સાથેની એક તસવીર શેર કરી હતી.