સુરત માં બન્યું નવું કેદાર નાથ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જુઓ અદભૂત નજારો.,ભારત તહેવારોનો દેશ છે. આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં અલગ અલગ ધર્મમાં માનનારા લોકો રહે છે.
તે દરેક એક બીજાના ધર્મનું સન્માન કરીને બધા તહેવારો ધામધૂમથી ઉજવે છે. ભારતના વિવિધ રાજ્યોમાં ગણેશ ઉત્સવના તહેવારની શરુઆત થઈ છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હર્ષોઉલ્લાસથી ગણેશ મૂર્તિનું ઘર અને સોસાયટીમાં સ્થાપન કરવામાં આવ્યુ.
ગુજરાતની જનતા એ ઉત્સવ પ્રિય જનતા છે. તે જ્યાં પણ હોય પોતાના તહેવારને ધામધૂમથી યાદગાર રીતે ઉજવે છે. હાલમાં સુરતમાં પણ મોટી અને અનોખી ગણેશ મૂર્તિઓનું આગમન થયુ.
ત્યારે સુરતના રસ્તાઓ રોશનીથી ઝગમગી ઉઠયા હતા. હાલમાં સુરતના એક ગણેશ મંડપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા છે.
સુરતીઓ દર વર્ષે અનોખી ગણેશ મૂર્તિ લાવતા હોય છે. અને મંડપની થીમ પણ સૌને આશ્ચર્યમાં મુકે તેવી હોય છે. હાલમાં સુરતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સુરતમાં કેદારનાથ દેખાઈ રહ્યુ છે. પણ વાસ્તવમાં તે એક ગણેશ મંડપ છે.આ વીડિયો સુરતના મોરા-હજીરા રોડના ભટલાઈ ગામનો છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આબેહૂબ કેદારનાથ સ્ટાઈલમાં મંડપ બનાવવામાં આવ્યો છે. કેદારનાથ ભગવાન શિવનું ધામ છે. આ કેદારનાથ મંડપમાં શિવના પુત્ર ગણેશની સ્થાપના કરવામાં આવી છે.