ગુજરાત

સુરત માં દારૂ ઘુસાડવા એવો પ્લાન બનાવ્યો કે તમારું મગજ ફરી જશે.

સુરત માં દારૂ ઘુસાડવા એવો પ્લાન બનાવ્યો કે તમારું મગજ ફરી જશે.,રાજ્યમાં કેમિકલ કાંડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ સક્રીય બન્યું છે. રાજ્યના નામચિન બૂટલેગરોનું લીસ્ટ બનાવીને તવાઈ બોલાવી છે.

આ બૂટલેગરો નશાનો સોદો કરી કરોડો રૂપિયા રળી લેતા હોય છે પણ પોલીસની કડક કાર્યવાહી બાદ પણ બુટલેગરો અવનવા કિમિયા અપનાવી દારૂનો ગોરખધંધો કરતાં હોય છે. ત્યારે વડોદરાના કરજણમાં લાખોનો વિદેશી દારૂ ઝડપાયો છે.

ડાયપરના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે. કરજણમાં અલગ અલગ બ્રાન્ડનો 695 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે.

વિદેશી દારૂના બોક્સ સહિત એક ટ્રક સાથે કુલ 38 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કારાયો છે. RJ 14 GN 1639 ટ્રક દ્વારા વડોદરાથી સુરત તરફ વિદેશી દારૂ લઈ જવાતો હતો.

બાતમીને આધારે પોલીસે કાર્યવાહી કરી ડાયપરના બોક્સમાંથી દારૂની ખેપ ઝડપી પાડી છે.રાજ્યમાં લાંબા સમયથી દારૂબંધીનો કાયદો અમલમાં છે તેમ છતાં વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દારૂના જથ્થા ઝડપાવાથી દારૂબંધીના કાયદાની અસરકારકતા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કે રાજ્યમાં દારૂ પ્રવેશે ક્યાંથી ?

કોની રહેમ નજરે હેઠળ ગુજરાતમાં દારૂનો વેપલો ફૂલીફાલી રહ્યો છે?,ગત માર્ચ મહિનામાં સામાજિક અધિકારિતા અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ પરેશાન કરી મૂકે એવા છે.

આ ડેટા નારાયણસ્વામી દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલ આંકડાઓ પર આધારિત છે. આ ડેટા એઇમ્સ દ્વારા 2019 માં નેશનલ ડ્રગ યુઝ સર્વેમાં એકઠો કરવામાં આવ્યો હતો. આ ડેટા મુજબ ગુજરાતમાં 4.3% લોકો આલ્કોહોલ ડીપેન્ડન્ટ છે એટલે કે આ લોકો નિયમિત રીતે દારૂનું સેવન કરે છે અને તેને આધારિત છે.

આમાં ક્યારેક ક્યારેક દારૂનું સેવન કરતાં લોકોનો સમાવેશ થતો નથી. વસ્તીના 4.3% લોકો એટલે 19.53 લાખ લોકો એડિક્ટ છે. આ આંકડો જ્યાં દારૂ પીવાની કાયદાકીય છૂટ છે એવા રાજ્યો કરતાં પણ વધારે છે. સુરત માં દારૂ ઘુસાડવા એવો પ્લાન બનાવ્યો કે તમારું મગજ ફરી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *