ભારત

આવું પણ થઈ સકે એ ખૂબ મોટી વાત છે , આ કિસ્સો એવો છે દરેક પત્નીએ ખાસ વાંચવો જોઈએ…જાણો પૂરી વાત

મેરઠથી એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જો કોઈએ આ પ્રકારે સંબંધ પૂરો કર્યો છે તો તેની તપાસ કરશે. લિસાડી ગેટ પોલીસ મથક વિસ્તારની ઝાકિર કોલોનીમાં રહેનારી નઝમાએ જણાવ્યું કે તેના 8 વર્ષ પહેલા સલમાન સાથે લગ્ન થયા હતા.

મેરઠમાં ડિવોર્સનો એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. એક મહિલાનું કહેવું છે કે તે જાડી હોવાના કારણે તેના પતિએ તેને ડિવોર્સ આપી દીધઆ. મહિલાનું કહેવું છે કે તેને સતત ઓવરવેટ હોવાનો ટોણો આપવામાં આપવામાં આવતો હતો. મેરઠના લિસાડી ગેટ પોલીસ મથક ક્ષેત્ર હેઠળ ઝાકિર કોલોનીમાં રહેતી નઝમાનું કહેવું છે કે પતિએ છૂટાછેડા આપી દીધા છે. મહિલાએ જણાવ્યું કે તેનો વાંક એટલો જ હતો કે તે જાડી થઈ ગઈ છે.

પતિએ એ વાતને લઈને પત્નીને ડિવોર્સની નોટિસ મોકલી દીધી છે. પીડિતાનો આરોપ છે કે પતિએ તેને ડિવોર્સની નોટિસ મોકલી છે. મહિલાએ જણાવ્યું કે નોટિસ જોઈને તેણે તેના પતિ સાથે વાત કરવાની કોશિશ કરી તો પતિએ જવાબ આપ્યો કે તું જાડી થઈ ગઈ છે અને હું તમને ડિવોર્સ આપી રહ્યો છું.

પતિની આ વાત સાંભળ્યા બાદ પત્ની પોલીસ મથક પહોંચી અને ન્યાયની ગુહાર લગાવવા લાગી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જો કોઈએ આ પ્રકારે સંબંધ પૂરો કર્યો છે તો તેની તપાસ કરશે. લિસાડી ગેટ પોલીસ મથક વિસ્તારની ઝાકિર કોલોનીમાં રહેનારી નઝમાએ જણાવ્યું કે તેના 8 વર્ષ પહેલા સલમાન સાથે લગ્ન થયા હતા.

મહિલાએ જણાવ્યું કે તેમનો એક પુત્ર પણ છે. નઝમાએ આરોપ લગાવતા કહ્યું કે એક મહિના પહેલા સલમાને તેને ઘરેથી જતા રહેવાનું કહ્યું અને પછી તલાકની નોટિસ મોકલી દીધી. જ્યારે તેણે કારણ જાણવાની કોશિશ કરી તો પતિ સલમાને સ્પષ્ટ કર્યું કે તુ જાડી થઈ ગઈ છે એટલે હું તને તલાક આપી રહ્યો છું.

પીડિતાનું કહેવું છે કે ફોન કરીને તેણે તેના પતિ સાથે નોટિસ વિશે વાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેના પતિએ ત્યારબાદ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ નઝમાએ અનેકવાર ફોન કર્યો પરંતુ તેના પતિએ ફોન ઉઠાવ્યો નહીં. નઝમાએ રાતે જ પોતાના પરિવાર સાથે પોલીસ મથક જઈને પોલીસને આપવીતિ જણાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *