ગુજરાત

વડોદરામાં પશુપાલકો બન્યા બેફામ, 10 પોલીસ જવાનની નજર સામે જ મહિલા PSIની ફેંટ પકડીને માર માર્યો, જુઓ

વડોદરામાં પશુપાલકો બન્યા બેફામ, 10 પોલીસ જવાનની નજર સામે જ મહિલા PSIની ફેંટ પકડીને માર માર્યો, જુઓ,ન્યુ વીઆઈપી રોડ ઉપર ઢોરવાડા તોડવા પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ સાથે પહોંચી હતી.

જ્યાં મહિલા ગોપાલકે મહિલા PSIનો કોલર પકડી માર માર્યો હતો. જેમાં બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી ઢોરવાડામાંથી 3 ગાયો પકડી હતી. ન્યુ વીઆઈપી રોડ પર આવેલા રસ્તાને નડતરરૂપ 4 ગેરકાયદે ઢોરવાડા તોડવાની કાર્યવાહી કરવા દબાણ શાખા અને પોલીસની ટીમ પહોંચી હતી.

શરૂઆતમાં મહિલા ગૌપાલકોએ તેમને રોકવા પ્રયત્ન કર્યો હતો.​​​​​​​હરણી પોલીસના મહિલા PSI કે.એચ.રોયલાએ કામ ચાલુ રાખતાં મહિલા સહિત અન્યો લાકડી લઇ મારવા દોડ્યા હતાં. એક મહિલાએ PSI કે.એચ.રોયલાનો કોલર પકડી તેમને મારવા લાગી હતી.

હરણી પોલીસે કંકુબેન વિજયભાઈ ભરવાડ, વિજયભાઈ સાજનભાઈ ભરવાડ, રણછોડભાઈ સાજનભાઈ ભરવાડ, હિતેશભાઈ ઉર્ફે કીશન ગભરૂભાઈ ભરવાડ અને જોમાબેન ગભરૂભાઈ ભરવાડ (રે. ભરવાડ વાસ, ન્યુ વીઆઈપીરોડ) સામે હુલ્લડનો ગુનો દાખલ કર્યો હતો.

ન્યૂ વીઆઇપી રોડના 4 અને આજવા રોડના 1 ઢોરવાડા તોડવા સાથે શહેરમાંથી 23 રખડતા ઢોર પકડી લીધા હતા.મહિલા પીએસઆઇ પર હૂમલો કરનાર મહિલાને સ્થળ પર જ પકડી મહિલા પોલીસ કર્મચારીઓએ ટીંગાટોળી કરી તેની ધરપકડ કરી હતી.

ગૌપાલકો વચ્ચે પડતાં મહિલા પોલીસ ટસની મસ થયા ના હતા.શહેરમાં રખડતા ધોળના ત્રાસને દૂર કરવા માટે પાલિકાએ સખત પગલા લીધા છે. સામાન્ય નાગરિકના જીવ જોખમમાં મુકાય તે રીતે પશુઓને ખુલ્લામાં છોડનાર 68 હેબીચ્યુઅલ ઓફેન્ડરનેની યાદી બનાવી પાલિકાએ પોલીસને સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *