ગુજરાત

પ્રેમિકાને મળવા જવું ભારે, ખંભાતનો યુવક બદલપુરની યુવતીને મળવા ગયો, પરિવારે વૃક્ષ સાથે બાંધીને માર્યો

પ્રેમિકાને મળવા જવું ભારે, ખંભાતનો યુવક બદલપુરની યુવતીને મળવા ગયો, પરિવારે વૃક્ષ સાથે બાંધીને માર્યો,આણંદ જિલ્લાના બોરસદ તાલુકા બદલપુરમાં યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવાનો વીડિયો વાઈરલ થતાં વિવાદ ઊભો થયો છે.

યુવકનો ગામની પ્રતિષ્ઠિત પરિવારની યુવતી સાથેનો પ્રેમસંબંધ જાહેર થતાં પરિવારે ભેગા થઈને યુવકને આ રીતે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે પોલીસ આ અંગેની ચોક્કસતા ચકાસી રહી છે.પ્રાપ્ત માહિતી મુજબ, ખંભાત તાલુકાના હરિપુરાના યુવકને બોરસદ તાલુકાના બદલપુર ગામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

યુવક ખંભાતથી અવારનવાર યુવતીને મળવા બોરસદ તાલુકાના બદલપુર ગામે આવતો હતો.યુવકની આવનજાવન અને તે યુવતી સાથેનો પ્રેમસંબંધ જાહેર થતાં પરિવારજનોમાં આક્રોશ ઊઠ્યો હતો.

એક સમયે યુવક યુવતીને મળવા ગામે આવતાં જ યુવતનાં પરિવારજનોએ યુવકને પકડી ઝાડ સાથે બાંધીને ઢોરમાર માર્યો હતો.વીડિયોમાં જણાતી વ્યક્તિઓની ભાળ મેળવવા અને વીડિયોની ચોક્કસતા ચકાસવા પોલીસે તપાસ આરંભી છે. આ અંગે વિરસદના ઈન્ચાર્જ પીએસઆઈ પી.કે. મકવાણાએ જણાવ્યું હતું કે યુવકની શોધખોળ ચાલુ છે, જે મળી આવતાં સત્ય હકીકત જાણવા મળશે.પ્રેમિકાને મળવા જવું ભારે, ખંભાતનો યુવક બદલપુરની યુવતીને મળવા ગયો, પરિવારે વૃક્ષ સાથે બાંધીને માર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *