બ્રિટનમાં મ્યુઝિક ફેસ્ટિવલમાં અવિશ્વસનીય ઘટના બની , ખૂબ મોટી સંખ્યામાં યુવતીઓ સાથે છેડતી કરવાના આરોપ આવ્યા સામે…,બ્રિટનમાં લોકો મ્યુઝિક ફેસ્ટિવલમાં આનંદ મેળવવા માટે જાય છે. પરંતુ તેમાં થનારી છેડતીની ઘટના વ્યાપકપણે વધી છે. બ્રિટનની ડરહમ યુનિવર્સિટીએ સંગીત સમારોહમાં થતી છેડતીની ઘટનાઓને લઇને એક રિસર્ચ કર્યું છે.
આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ પ્રકારના સમારોહમાં જતી દર ત્રણમાંથી એક યુવતી છેડતીનો શિકાર થઇ છે.34% યુવતીઓએ તેમની સાથે છેડતી થઇ હોવાનું સ્વીકાર્યું હતું. એવું નથી કે માત્ર યુવતીઓ સાથે છેડતી થઇ છે. મ્યુઝિક ફેસ્ટિવલમાં ગયેલા 6 ટકા યુવકો પણ છેડતીનો શિકાર થયા છે.
ક્રિમિનલ લાૅ એસોસિયેટ પ્રોફેસર હનાહ બોજ કહે છે કે આ ફેસ્ટિવલનું આયોજન એકાંત સ્થળે થતું હોવાથી અપરાધીઓને છેડતી કરવા માટે આસાની રહે છે. છેડતી બાદ તેઓ ભીડનો ફાયદો ઉઠાવીને ભાગી જાય છે. સરવેમાં સામેલ મહિલાઓ અનુસાર પાર્કિંગથી આયોજન સ્થળ વચ્ચે સૌથી વધુ છેડતી થાય છે. પીછો કરવામાં આવે છે તેમજ ક્યારેક લોકો જબરદસ્તીથી અડવાનો પ્રયાસ કરે છે.
સામાન્યપણે દૂરના વિસ્તારોમાં થતી આ પ્રકારની કોન્સર્ટમાં સુરક્ષા માટે પર્યાપ્ત ગાર્ડ પણ હાજર નથી હોતા તેમજ આસપાસ પોલીસ સ્ટેશન પણ નથી. આ સ્થળો પર મોટી સંખ્યામાં પુરુષો આવે છે અને અનેકવાર નશામાં પણ હોય છે. આવા સ્થળોએ દારૂ અને ડ્રગ્સની છૂટ અપાતી હોવાથી પણ છેડતીની ઘટનાઓ વધે છે.
છેડતીથી પરેશાન કેટલીક મહિલાઓએ સમારોહ દરમિયાન ખૂલીને હસવાનું બંધ કર્યું છે. અનેક યુવતીઓએ સમારોહમાં ડ્રિંક લેવાનું ઘટાડ્યું છે. એકાંત સ્થળે થતા સમારોહમાં જવાનું ટાળે છે. યુવતીઓનું ફેસ્ટિવલથી વધુ ધ્યાન છેડતીથી બચવામાં હોય છે.