પાકિસ્તાની ટીમના તમામ પ્લેયરો એ શા માટે બાંધી હતી હાથમાં કાળી પટ્ટી, આખરે મળી જ ગયો જવાબ, દુબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાવાનો છે પરંતુ તે પહેલા પાકિસ્તાની ટીમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે.
ભારત સામેની ટી-20 મેચમાં પાકિસ્તાની ટીમે કાળી પટ્ટી બાંધીને મેચ રમવાનો નિર્ણય જાહેર કર્યો છે. કેપ્ટન બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતની જાણકારી આપી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. “પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપમાં આજે તેની પ્રથમ મેચ ભારતીય ટીમ સામે રમશે.
આ મેચમાં પાકિસ્તાનની ટીમ બ્લેક બેન્ડ પહેરીને રમશે. પાકિસ્તાનમાં પૂર પીડિતોને ટેકો આપવા માટે આવું કરવામાં આવશે.મેચના એક દિવસ પહેલા બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં પણ પાકિસ્તાનમાં આવેલા પૂર વિશે વાત કરી હતી.
તેમણે લોકોને પૂર પીડિતોની મદદ કરવા અને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ પણ કરી હતી. બાબરે કહ્યું હતું કે આપણા દેશ માટે આ મુશ્કેલ સમય છે.
અમે તમામ પૂર પીડિતો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.એશિયા કપ સૌ પ્રથમ 1984માં યોજાયો હતો. ભારતે 7 વખત આ ખિતાબ જીત્યો છે. જ્યારે બીજી સફળ ટીમ શ્રીલંકા છે, જે 5 વખત ચેમ્પિયન રહી હતી.
આ સાથે જ પાકિસ્તાને બે વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારત એકમાત્ર એવી ટીમ છે કે, જેણે એશિયા કપ બે અલગ-અલગ ફોર્મેટ (વન ડે અને ટી-20)માં જીત્યો છે.