હાર્દિક ના પાકિસ્તાન સામે વિનિંગ છક્કા બાદ દિનેશ કાર્તિક એ જે કર્યું એ જોઈને કહેશો-સેલ્યુટ છે બોસ

0

હાર્દિક ના પાકિસ્તાન સામે વિનિંગ છક્કા બાદ દિનેશ કાર્તિક એ જે કર્યું એ જોઈને કહેશો-સેલ્યુટ છે બોસ,દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 મેચમાં ભારતે તેની ઘાતક બોલિંગને કારણે તેના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 147 રનમાં સમેટી નાખ્યું હતું.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમને ભારતે 19.5 ઓવરમાં ઓલઆઉટ કરાવી દીધું હતું.મેચમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે ભારત પર પાકિસ્તાનની ટીમ હાવી થવા લાગી હતી પણ હાર્દિક પંડયા અને જાડેજાએ શાનદાર સાજેદારી કરીને ટીમને જીત અપાવી હતી.

જો કે જાડેજા છેલ્લા ઓવરમાં 35 રન બનાવીને આઉટ થઈ ગયા હતા પણ પંડયા ટકી રહ્યા હતા અને ભારતને જીત અપાવી હતી. છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે સાત રનની જરૂર હતી. મોહમ્મદ નવાઝે પહેલા બોલ પર જાડેજાને આઉટ કર્યો હતો.

આ પછી પંડ્યા ત્રીજા બોલ પર શોટ રમવા માંગતો હતો પરંતુ તેને ફિલ્ડરે રોક્યો હતો.એ સમયે પંડયા સાથે બીજો ખેલાડી દિનેશ કાર્તિક હતો અને એ સમયે ભારતને 3 બોલમાં 6 રનની જરૂર હતી.

ચોથી બોલ નવાઝે નાની લેન્થની ફેંકી હતી જેમાં પંડયાએ સિક્સ લગાવીને ભારતને શાનદાર જીત અપાવી હતી. પંડયાએ સિક્સ લગાવીને ઇન્ડિયાને જીત અપાવી એ પછી નોનસ્ટ્રાઈક પર ઉભેલ દિનેશ કાર્તિક તેની પાસે ગયા અને માથું જુકાવીને તેને જીતની વધામણી આપી હતી.

કાર્તિકે જે રીતે હાર્દિકના પ્રમોફયન્સને સલામ કર્યું એ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને લોકોનું દિલ જીતી લીધું છે. હાર્દિક ના પાકિસ્તાન સામે વિનિંગ છક્કા બાદ દિનેશ કાર્તિક એ જે કર્યું એ જોઈને કહેશો-સેલ્યુટ છે બોસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed