ગણેશ ચતુર્થીના અવસર પર અહીં ભગવાન ગણેશ ની 18 ફૂટ ઊંચી સોનાની મૂર્તિ બનાવવામાં આવી રહી છે, જુઓ,ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. રક્ષાબંધન અને જન્માષ્ટમીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કર્યા બાદ હવે લોકો ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા આતુર છે.
આ તહેવાર ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર ભગવાન ગણેશની જન્મજયંતિનો પ્રતિક છે. હિંદુ ધર્મમાં ભગવાન ગણેશજીને પ્રથમ પૂજ્ય કહેવામાં આવે છે.
ધાર્મિક માન્યતા છે કે કોઈપણ પૂજા-પાઠ કે યજ્ઞ-વિધિમાં સૌથી પહેલા ભગવાન ગણેશનું આહ્વાન અને પૂજા કરવામાં આવે છે.આ પછી જ અન્ય દેવતાઓની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાલા શુક્લ પક્ષમાં થયો હતો.
#WATCH | 'Swarna Ganesh' adorned with gold is being made in UP's Chandausi for Ganesh Chaturthi
"It will be an 18 feet tall idol. It is being prepared with gold decorative items on the lines of Tirupati Balaji," says Ajay Arya, a person associated with the project pic.twitter.com/B5RH2eXTnh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 25, 2022
ગણેશ ચતુર્થી 2022 નો તહેવાર સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે, અને આ વખતે તે 31 ઓગસ્ટ, 2022 ના રોજ ઉજવવામાં આવશે. ગણેશ ચતુર્થી અથવા ગણેશોત્સવ 10 દિવસ સુધી ચાલતો તહેવાર છે જે અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે.
છેલ્લા દિવસને લોકપ્રિય રીતે ગણેશ વિસર્જન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.અજય આર્યએ વધુમાં જણાવ્યું હતુ કે મૂર્તિમાં લગભગ 40-50% સોનાનો ઉપયોગ કરવામાં આવશે અને બાકી અન્ય ધાતુઓનો પણ ઉપયોગ કરવામાં આવશે.
મૂર્તિ બનાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે ભગવાન ગણેશની વિશાળ મૂર્તિ અસુંદર રીતે બનાવવામાં આવી રહી છે.