બોક્સ ઓફિસ પર કાર્તિક કીયારાની નવી ફિલ્મ બની રહી છે ચર્ચાનો વિષય , આવનારી આ ફિલ્મ મચાવી સકે છે ધૂમ…,કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં બીજી વખત સ્ક્રીન પર સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, કિયારા અને કાર્તિક આજે ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે.
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત નમઃ પિક્ચર્સ સાજિદ નડિયાદવાલાની સમીર વિદ્વાંસ દ્વારા દિગ્દર્શિત મોસ્ટ અવેટેડ ફિલ્મ સાથે મળીને – ‘સત્યપ્રેમ કી કથા’ 29મી જૂન 2023ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ તેના શૂટિંગની શરૂઆતથી જ સતત હેડલાઇન્સમાં રહી છે.
‘સત્યપ્રેમ કી કથા’ એક આગામી સંગીતમય પ્રેમકથા છે જે તેની જાહેરાતના સમયથી સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મ સાથે, કાર્તિક આર્યન અને કિયારા અડવાણી બીજી વખત એક બીજા સાથે સ્ક્રીન પર જોવા મળશે. તમને જણાવી દઈએ કે, કિયારા અને કાર્તિક આજે ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે, જે ચાહકો માટે તેમને પડદા પર એકસાથે જોવા માટે એક ટ્રીટ સમાન છે.
Enter the world of a musical love story, #SatyapremKiKatha in theatres near you on 29th June 2023 💕 #SajidNadiadwala #SatyapremKiKatha @TheAaryanKartik @advani_kiara @sameervidwans @shareenmantri @kishor_arora #KaranShrikantSharma @namahpictures @WardaNadiadwala
— Nadiadwala Grandson (@NGEMovies) August 26, 2022
સત્ય પ્રેમ કી કથા એનજીઇ અને નમહ પિક્ચર્સ વચ્ચેના વિશાળ સહયોગને પણ દર્શાવે છે. રસપ્રદ વાત એ છે કે, કિશોર અરોરા અને દિગ્દર્શક સમીર વિદ્વાંસ સાથે સાજીદ નડિયાદવાલા અને શરીન મંત્રી કેડિયાએ પોતપોતાની ફીચર ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા હતા. ‘સત્યપ્રેમ કી કથા’ 29 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.