ચહલ અને પત્ની ધનશ્રી વચ્ચે ચાલી રહેલી અનબન વચચે ધનશ્રી એ આપ્યો આ જવાબ- જાણો અહીં

0

ચહલ અને પત્ની ધનશ્રી વચ્ચે ચાલી રહેલી અનબન વચચે ધનશ્રી એ આપ્યો આ જવાબ- જાણો અહીં,કોરિયોગ્રાફર તથા ડેન્ટિસ્ટ ધનશ્રી વર્મા પતિ ચહલની સરનેમ હટાવ્યા બાદ ચર્ચામાં આવી છે. નામ બદલવાને કારણે ધનશ્રી તથા યુઝવેન્દ્ર વચ્ચે ઝઘડો થયો હોવાની અફવા પણ ઉડી હતી. અંતે ધનશ્રીએ આ અંગે ચુપ્પી તોડી હતી. તેણે સો.મીડિયામાં લાંબી પોસ્ટ શૅર કરી હતી. તેણે પોતાના લિગામેન્ટમાં થયેલી ઇજા અંગે પણ વાત કરી હતી. આ ઉપરાંત તેણે પરિવાર ને પતિનો આભાર માન્યો હતો.

ધનશ્રીએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘લાસ્ટ ટાઇમ રીલ શૂટ કરતી વખતે પગમાં વાગ્યું હતું. આ કારણે લિગામેન્ટમાં ઈજા થઈ હતી. લાંબા સમય સુધી ડાન્સ ના કરવાની વાત સાંભળીને હું દુઃખી થઈ ગઈ હતી, પરંતુ પરિવાર ને પતિ ચહલને કારણે પહેલાં કરતાં સારું અનુભવી રહી છું.’

લિગામેન્ટમાં ઈજા થવાથી ધનશ્રીને આરામની સલાહ આપવામાં આવી છે. ધનશ્રીએ કહ્યું હતું કે જો તે જીવનમાં બીજીવાર ડાન્સ કરવા માગે છે તો તેણે સર્જરી કરાવવી પડશે. તેના માટે આ ઘણો જ મુશ્કેલ સમય હતો, પરંતુ તેના સંબંધો અંગે જે વાતો થવા લાગી તે સાંભળીને તે દુઃખી થઈ ગઈ હતી.

ધનશ્રીએ કહ્યું હતું કે ઈજા તથા અફવાને કારણે તે વધુ મજબૂત થઈ છે. તે પોતાને દરેક સ્થિતિમાં સ્ટ્રોંગ માને છે. તેને એ પણ ખ્યાલ આવ્યો કે લોકો તમારા વિશે કંઈકને કંઈક વાતો કરતાં જ રહેશે, તમારે સ્ટ્રોંગ બનવાની જરૂર છે.

ધનશ્રીએ પોસ્ટને અંતે ચહલ સરનેમ ફરી લગાવી હતી. તેણે પોસ્ટમાં DVC (ધનશ્રી વર્મા ચહલ) લખ્યું હતું. આ પરથી ખ્યાલ આવે છે કે બંને વચ્ચે બધું જ સરખું છે.ધનશ્રીની આ પોસ્ટમાં યુઝવેન્દ્રે કમેન્ટ કરીને કહ્યું હતું કે માય વુમન અને આ પોસ્ટને રી-શૅર પણ કરી હતી.

યુઝવેન્દ્ર ચહલ તથા ધનશ્રી વર્મા પહેલીવાર ઓનલાઇન ક્લાસ દરમિયાન એકબીજાને મળ્યાં હતાં. ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રીના ક્લાસમાં એડમિશન લીધું હતું અને અહીંથી બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી.

9 ઓગસ્ટ, 2020ના રોજ યુઝવેન્દ્રે રોકા સેરેમનીની જાહેરાત કરીને ચાહકોને સરપ્રાઇઝ આપી હતી. તેણે ધનશ્રી સાથેની તસવીર શૅર કરીને રિલેશન ઑફિશિયલ કર્યા હતા. 22 ડિસેમ્બર, 2020માં બંનેએ લગ્ન કર્યા હતા. ધનશ્રી અવારનવાર ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed