સ્પોર્ટ્સ

ટિમ ઇન્ડિયા ફરી બની વિજેતા, જીમ્બાબ્વે ને 10 વિકેટ થી હરાવ્યું, એમાંય આ બોલર એ તો કમાલ કરી દીધી

ટિમ ઇન્ડિયા ફરી બની વિજેતા, જીમ્બાબ્વે ને 10 વિકેટ થી હરાવ્યું, એમાંય આ બોલર એ તો કમાલ કરી દીધી,ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ રહી છે. ભારતને મળેલા 190 રનનાં ટાર્ગેટને આસાનીથી પાર પાડ્યો હતો. ભારતે વિના વિકેટે 30.2 ઓરમાં 192 રન કર્યા હતા.

ભારતના બન્ને ઓપનર્સે શાનદાર બેટિંગ કરી હતી. શિખર ધવને 81 રન કર્યા હતા, જ્યારે શુભમન ગિલે 82 રન કર્યા હતા. ઝિમ્બાબ્વેના બોલરો ભારતની એકપણ વિકેટ લઈ શક્યા નહોતા. દીપક ચહરને શાનદાર બોલિંગ કરવા બદલ પ્લેટર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

અગાઉ ભારતે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝિમ્બાબ્વે 40.3 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતુ. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ રન કેપ્ટન ચકાબાવાએ 35 રન કર્યા હતા. પૂંછડિયા બેટર બ્રેડ ઇવાંસ (33) અને રિચર્ડ નાગરવા (34) એ લડત આપી હતી. બન્ને વચ્ચે 9મી વિકેટ માટે 65 બોલમાં 70 રનની પાર્ટનરશિપ થઈ હતી.

શિખર ધવને પોતાના વન-ડે કરિયરની 38મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 113 બોલમાં 9 ચોગ્ગા માર્યા હતા. તો શુભમન ગિલે પોતાના વન-ડે કરિયરની ત્રીજી ફિફ્ટી મારી હતી. તેની આ શાનદાર ઇનિંગમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગા આવ્યા હતા.

અક્ષર પટેલે 3 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. તો લાંબા સમય પછી ક્રિકેટ રમા રહેલા દીપક ચહરે પણ 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ 3 વિકેટ લીધી હતી. તો મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી હતી.કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઈશાન કિશન, શુભમન ગિલ, સંજુ સેમસન (વિકેટકીપર), દીપક હુડ્ડા, અક્ષર પટેલ, દીપક ચહર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ.

તદિવાનાશે મારુમની, ઇનોસેન્ટ કાયા, સીન વિલિયમ્સ, વેસ્લે મધવેરે, સિકંદર રઝા, રેઝિસ ચકાબાવા (કેપ્ટન અને વિકેટકીપર), આર. બર્લ, લ્યુક ઝોંગ્વે, બ્રેડ ઇવાંસ, વિક્ટર ન્યાઉચી, આર. ગારવા.

6 વર્ષ બાદ બન્ને ટીમ વચ્ચે વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આ અગાઉ 2016માં આ બન્ને ટીમ વચ્ચે વન-ડે સિરીઝ રમાઈ ગઈ હતી. આ ટૂરમાં ભારતે પોતાના સિનિયર્સ ખેલાડીઓને આરામ આપ્યો છે, ત્યારે યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. તો અગાઉ શિખર ધવનની જગ્યાએ કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારત 1997 પછી અત્યારસુધી ઝિમ્બાબ્વેમાં એકપણ સિરીઝ હારી નથી. આ દરમિયાન ભારતે ઝિમ્બાબ્વેને 4 વખત પરાજય આપ્યો છે. 1998માં ભારતીય ટીમ ત્રીજી વખત ઝિમ્બાબ્વે ગઈ હતી, જેમાં ભારતે 2-1થી સિરીઝ પોતાના નામે કરી હતી. ત્યાર પછી ભારતીય ટીમ 2013માં ઝિમ્બાબ્વે ગઈ હતી અને પછી 2015માં અને 2016માં ઝિમ્બાબ્વેની ટૂર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *