ગુજરાત સુરત

સુરતમાં ટ્રાફિક પોલીસનો પર્દાફાશ સોસીયલ મીડિયા પર લાઈવ બતાવવા પર કરાયો હુમલો, હાલ હોસ્પિટલમાં દાખલ…જુઓ વિડિઓ

સુરતમાં ટ્રાફિક પોલીસનો પર્દાફાશ સોસીયલ મીડિયા પર લાઈવ બતાવવા પર કરાયો હુમલો, હાલ હોસ્પિટલમાં દાખલ,સુરતના લસકાણા પોલીસ ચોકી પાસે ટ્રાફિક પોલીસના જવાન અને તેમના મળતીયાઓ દ્વારા એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જે ઘટનાને લઈને સમગ્ર શહેરભરમાં ટ્રાફિક પોલીસ તેમજ તેમના મળતીયાઓ દ્વારા કરવામાં આવતી ઉઘરાણીનો મુદ્દો ખૂબ ચર્ચા રહ્યો છે.

આજે સવારે લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને મેહુલ બોઘરેએ ફરીથી સોશિયલ મીડિયામાં લાઈવ કરવાનો પ્રયાસ કરતા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ મોટા પાયે ઉઘરાણા કરતા હોવાની બૂમરાણ મચી હતી.

બેફામ રીતે ટ્રાફિક જવાન તેમજ અન્ય સ્થાનિક લોકોની મદદથી ઉઘરાણા કરતાં હોવાની ફરિયાદો ચારે તરફ ઉઠી છે. સુરતના એડવોકેટ મેહુલ બોઘરાએ થોડા દિવસ અગાઉ પણ ટ્રાફિક જવાનો તેમના મળતીયાઓની મદદથી ઉઘરાણા કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો તેમાં ત્યાંથી તેમણે લાઈવ પણ કર્યું હતું જેને લઇને અદાવત રાખવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે.

ટ્રાફિક જવાનો લસકાણા નજીક મોટાપાયે ઉઘરાણા કરતા હોવાના સમાચાર મળતાની સાથે જ મેહુલ બોઘરાએ ત્યાં જઈને લાઈવ કરવાનું શરૂ કર્યું હતું. તેને જોતાની સાથે જ ટ્રાફિક પોઇન્ટ ઉપર ઉભેલા કેટલાક યુવકો દ્વારા તેના પર જીવલેણ હથિયારો વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો જેના કારણે તે ગંભીર રીતે ઘવાયા હતા. તાત્કાલિક અસરથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

મેહુલ બોઘરા જણાવ્યું કે, એક મહિના પહેલા જ્યારે આ ટ્રાફિક જવાનો અને અન્ય લોકો બેફામ ગેરકાયદેસર રીતે વાહન ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતા હતા. તે દરમિયાન તેમની અને ટ્રાફિકના કેટલાક કર્મચારી અને અન્ય ઈસમો સાથે બોલાચાલી થઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હવે પછી જો તું દેખાશે તો તને અમે જાનથી મારી નાખીશું.

આજે જ્યારે હું ત્યાં ઉઘરાણા કરવાના મેસેજ મળતાની સાથે જ ત્યાં પહોંચ્યો તો મારા ઉપર જીવલેણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. રિક્ષામાં હથિયારો લઈને જ આવ્યા હતા અને હું દેખાતાની સાથે જ મારા ઉપર ઉપરા છાપરી તૂટી પડ્યા હતા અને મને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મેહુલ બોઘરા ઉપર હુમલા થવાની ઘટનામાં હુમલો કરનારા પોલીસ કર્મચારી સહિત અન્ય લોકો સામે 307 નો ગુનો દાખલ કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે જેને લઈને વકીલો અને મેહુલ બોઘ્રાના સમર્થકો મોટી સંખ્યામાં સરથાણા પોલીસ સ્ટેશનને પહોંચ્યા છે પરંતુ પોલીસ 307 નો ગુનો દાખલ કરી રહી નથી. બીજી તરફ મેહુલ બોઘરા સામે એટ્રોસિટીની કલમ દાખલ કરી દેવામાં આવી છે. પોલીસની કામગીરી અને મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *