સ્પોર્ટ્સ

એશિયા કપમાં રોહિત શર્મા પાસે છે ઇતિહાસ રચવાનો છે ગોલ્ડન ચાન્સ

એશિયા કપમાં રોહિત શર્મા પાસે છે ઇતિહાસ રચવાનો છે ગોલ્ડન ચાન્સ,એશિયાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ એશિયા કપ શરૂ થવામાં હવે સરેરાશ 10 દિવસ બાકી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમની નજર રેકોર્ડ 8મી વખત એશિયા કપનો ખિતાબ જીતવા પર રહેશે. જો કે, એશિયા કપ દરમ્યાન રોહિત શર્માની પાસે બેટીંગથી પણ સારું મુકામ પ્રાપ્ત કરવાની તક છે.

રોહિત શર્મા એશિયા કપમાં 1000 રન પૂરા કરનારા પહેલા ભારતીય બેટર બની શકે છે. રોહિત શર્માએ અત્યાર સુધી એશિયા કપમાં 883 રન બનાવ્યાં છે. જો આ ટુર્નામેન્ટમાં રોહિત શર્મા 117 રન બનાવવામાં સફળ થાય છે તો તેઓ 1000 રન પૂરા કરનારા પહેલા ભારતીય બેટર બની જશે. એશિયા કપના ઈતિહાસમાં અત્યાર સુધી બે બેટરો એક હજાર રન બનાવી શક્યા છે.

જો કે, અત્યાર સુધી જે બંને ખેલાડીઓએ 1000 રન બનાવ્યાં છે, તેઓ શ્રીલંકાથી છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસુર્યા અને કુમાર સંગાકારાએ એશિયા કપના ઈતિહાસમાં 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. હવે રોહિત શર્માની પાસે આ મુકામ પ્રાપ્ત કરીને ત્રીજા બેટર બનવાની તક છે.

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે મર્યાદિત ઓવર સીરીઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. છેલ્લાં એક વર્ષમાં ઈજાગ્રસ્ત થવાના કારણે રોહિત શર્મા ઘણી મહત્વપૂર્ણ મેચમાં ભાગ ના લઇ શક્યા. જો કે, ટી-20 વર્લ્ડ કપ પહેલા રોહિત શર્મા સારા ફોર્મમાં દેખાઈ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *