યુરોપની એક સુકાઈ ગયેલી નદીમાંથી મળી આવેલા પથ્થરો ઉપર કંડારવામાં આવેલી છે ભવિષ્યવાણી- જાણો શું લખ્યું છે,યુરોપ આ વર્ષે ભયાનક દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું છે પરંતુ સદીઓ પૂર્વે આ દુષ્કાળ અંગે ચેતવણી એક પથ્થર ઉપર કંડારાયેલી જોવા મળી છે.
આ માહિતી આપતા ‘માયામી હેરાલ્ડ’ જણાવે છે કે : સ્થાનિક લોકોનું કહેવું છે કે, દુષ્કાળના કારણે નદીઓમાં પાણી સૂકાઈ જતાં પ્રાચીન પથ્થરો મળી આવ્યા છે જેને ‘હંગર સ્ટોન’ કહેવામાં આવે છે. આ પૂર્વે ૨૦૧૮માં પણ આવા પથ્થરો મળી આવ્યા હતા પરંતુ તેની ઉપર બહુ લક્ષ્ય અપાયું ન હતું.
આવો જ એક મોટો પથ્થર એલ્બે નદીના તટ ઉપરથી મળી આવ્યો છે. આ એલ્બે નદી એક ગણરાજ્યમાંથી નીકળી જર્મનીમાં થઈ બાલ્ટિક સમુદ્રમાં મળે છે પરંતુ અત્યારે તે તદ્દન સુકી છે. તેના તટ પરથી મળી આવેલા આ પથ્થર ઉપર ૧૬૧૬ની સાલ કોતરેલી છે તેની ઉપર જર્મન (ડયુશ) ભાષામાં ચેતવણી આપવામાં આવી છે. કે ‘જો તમે મને જોશો તો રડી પડશો’
આ પૂર્વે ૨૦૧૩માં પણ કરાયેલા સંશોધન પ્રમાણે આ પથ્થરોને કઠોર સમય દરમિયાન શોધવામાં આવ્યા હતા તે પૈકી કેટલાક ખોવાઈ પણ ગયા છે. જે મળી આવ્યા છે તેની ઉપર કંડારવામાં આવેલા શિલાલેખોમાં દુષ્કાળ અને તેના પરિણામો અંગે ચેતવણી અપાઈ છે. આ વર્ષના દુષ્કાળ અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. તેમાં લખ્યું છે કે દુષ્કાળને લીધે પાકનો લગભગ નાશ થશે. ભોજનમાં અછત ઉભી થસે ભાવ વધશે અને ગરીબો તો ભુખે જ મરશે.
આ શિલાલેખમાં વધુમાં લખ્યું છે કે, સન ૧૯૦૦ પહેલા પણ ઘણા દુષ્કાળો પડયા હતા જેવા કે, ૧૪૧૭, ૧૬૧૬, ૧૭૦૭, ૧૭૪૬, ૧૭૯૦, ૧૮૦૦, ૧૮૧૧, ૧૮૩૦, ૧૮૪૨, ૧૮૬૮, ૧૮૯૨ અને ૧૮૯૩ના દુષ્કાળો ભયંકર હતા. NPR પ્રમાણે આવો હાઇડ્રોલોજિકલ લેન્ડમાર્ક ૨૦૧૮ના દુષ્કાળ દરમિયાન આવ્યો હતો પરંતુ યુરોપીય આયોગના સંયુક્ત અનુસંધાન કેન્દ્રના વરિષ્ઠ વિજ્ઞાાની એન્ડ્રીયા ટોરેતી કહે છે કે યુરોપ આ વર્ષે જે દુષ્કાળનો સામનો કરી રહ્યું છે તે છેલ્લા ૫૦૦ વર્ષમાં પડેલા સૌથી ખરાબ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે તેટલું જ નહીં પરંતુ આગામી ૩ મહિનામાં સ્થિતિ વધુ ખરાબ બનવા સંભવ છે.
યુરોપિયન હોટ ઓબ્ઝર્વેટરીના જણાવ્યા પ્રમાણે યુરોપનો ૪૭ ટકા વિસ્તાર દુષ્કાળની ઝપટમાં આવી ગયો છે. ૧૭ ટકા એલર્ટ ઉપર છે તેનો અર્થ તે થયો કે માટીમા ભેજનું પ્રમાણ ઘટી ગયું છે આથી પાક તેમજ વૃક્ષો અને છોડવાઓ ઉપર ઘણી ખરાબ અસર થશે.